________________
થાય છે ત્યારે રોગીને પથ્ય વાપરવાની ઈચ્છા થતી નથી. તેમ ઉપર જણાવ્યા મુજબ સાધિકાર પ્રકૃતિ હોય ત્યારે તે કાળમાં આત્માને તત્ત્વમાર્ગ જાણવાની ઈચ્છા(જિજ્ઞાસા) થતી નથી.
સાંખ્યદર્શનપ્રસિદ્ધ પુરુષાદિ તત્ત્વના પરિજ્ઞાન માટે ખરી રીતે તો તે દર્શનનો અભ્યાસ યોગ્ય રીતે કરી લેવો જોઈએ. ત્યાં સુધી કર્મરહિત આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે, તેના જેવું પુરુષતત્ત્વ છે. આઠ કર્મપ્રકૃતિઓનું જે સ્વરૂપ છે, તેના જેવું પ્રકૃતિતત્ત્વ છે અને ક્ષયોપશમભાવનું જે મન છે તેના જેવું બુદ્ધિતત્ત્વ છે.-એ સમજીને ઉપર જણાવેલી વાતને સમજવા પ્રયત્ન કરવો જોઈએ. આત્મા કે મન જ્યારે પણ ખૂબ જ ઉત્કટ કોટિનું સત્ત્વ કેળવી લે છે ત્યારે કર્મનું જોર ચાલતું નથી. પરંતુ જ્યારે આપણો આત્મા અને મન સાવ જ શિથિલ બને છે ત્યારે કર્મ નહીં-જેવું હોય તોય તેનું જોર વધી જાય છે. એનો અનુભવ તો આપણને સૌને છે. કોઈ પણ જાતનું કર્મ જ્યારે આત્માદિને દબાવીને પરવશ બનાવે છે ત્યારે કર્મથી આત્મા અભિભૂત બને છે. આથી તદ્દન વિપરીત રીતે આત્માદિ બળવાન બની કર્મને પરવશ ન બને તો કર્મ અભિભૂત બને છે. સત્ત્વશાળી પુણ્યાત્માઓના જીવનમાં એવું આપણને જોવા મળતું હોય છે. શ્રી તીર્થંકરપરમાત્મા અને તેઓશ્રીની પરમતારક આજ્ઞા મુજબ આરાધના કરનારા esese ૪૩ :