________________
અભિભવ કરવાના સ્વભાવવાળી પ્રકૃતિ હોતે છતે, કોઈ પણ રીતે એ સ્વભાવમાં સહેજ પણ પરિવર્તન થયેલું ન હોવાથી અપુનબંધસ્થાન(અપુનર્બન્ધકદશા)ની પણ પ્રાપ્તિ થયેલી ન હોવાથી; જેનું નિરૂપણ કરાય છે તે આ યોગમાર્ગને વિશે(તત્ત્વમાર્ગને વિશે) પુરુષને જાણવાની ઈચ્છા પણ થતી નથી. તો પછી તે વિષયનો અભ્યાસ ક્યાંથી થાય ?આ પ્રમાણે ટીકાનો યથાશ્રુતાર્થ છે.
કહેવાનો આશય એ છે કે સાંખ્યદર્શનની માન્યતા મુજબ પુરુષ અને પ્રકૃતિ આ મૂળભૂત બે તત્ત્વો છે. પુરુષ ચેતન, અવિકારી, એકાંતે કૂટનિત્ય છે. શુદ્ધ સ્ફટિકની જેમ નિર્મળ અને કોઈ પણ કાર્યનો અકર્તા છે. પ્રકૃતિ જડ છે. સાક્ષાદ્દ અને પરંપરાએ તે તે કાર્યને ઉત્પન્ન કરનારી છે. પરિણામીનિત્ય છે. પ્રકૃતિથી મહત્(બુદ્ધિ)તત્ત્વ ઉત્પન્ન (આવિર્ભત) થાય છે. મહત્તત્ત્વથી અહટ્ટાર અને અઠ્ઠારથી અગિયાર ઈદ્રિયો (પાંચ શ્રવણ વગેરે જ્ઞાનેન્દ્રિય, વાર, પાણિ, પાદ, વાયુ અને ઉપસ્થ-આ પાંચ કર્મેન્દ્રિયો અને મન) તેમ જ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ-આ પાંચ તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે. પાંચ તન્માત્રાઓથી અનુક્રમે આકાશ, તેજ, જલ, પૃથ્વી અને વાયુ-આ પાંચ મહાભૂતો આવિર્ભત થાય છે. પુરુષ વગેરે ચાર, અગિયાર ઈન્દ્રિયો, પશ્ચતનાત્રા અને પચમહાભૂતો-આ પચીસ તત્ત્વો સાખ્યાભિમત છે. ઉપર જણાવ્યા મુજબનો સૃષ્ટિકમ છે.