Book Title: Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 31
________________ बाह्यान्ताधिमिथ्यात्वजयव्यङ्ग्याशयात्मकः । . कण्टकज्वरमोहानां जयैर्विघ्नजयः समः ॥१०-१३॥ “કાંટા, તાવ અને મોહના જયની જેમ; બાહ્યવ્યાધિ, અંતર્થાધિ અને મિથ્યાત્વ ઉપર વિજય-આ ત્રણ પ્રકારના જયથી જણાતો આશય સ્વરૂપ વિનજય છે.”-આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે બાહ્યવ્યાધિ સ્વરૂપ શીત અને ઉષ્ણ વગેરે પરીષહો છે. અંતર્થાધિ સ્વરૂપ તાવ વગેરે રોગાદિ પરીષહ છે. ભગવાનના વચન પ્રત્યે અશ્રદ્ધા સ્વરૂપ મિથ્યાત્વ છે. શીતોષ્ણાદિ પરીષહ, રોગાદિ પરીષહ અને મિથ્યાત્વ : આ ત્રણના કારણે અધિકૃત ધર્મની આરાધનામાં જે વિકલતા આવે છે, તેનું નિરાકરણ કરવું–તેને બાહ્યવ્યાધિ વગેરે ત્રણનો જય કહેવાય છે. આ જયથી અભિવ્યક્ત થતો આત્માનો જે આશયવિશેષ છે તેને વિધ્વજયસ્વરૂપ આશય કહેવાય છે, જે કમે કરી કંટકજય, જવરજય અને મોહજય સમાન ત્રણ પ્રકારનો છે. આ રીતે વર્ણન કરવાથી શ્લોક નં. ૧૦માં ‘વિધ્વજય ત્રણ પ્રકારનો છે. આ પ્રમાણે જણાવ્યું હતું તે સ્પષ્ટ કર્યું. શીતોષ્ણાદિ બાહ્ય પરીષહજય હીનવિધ્વજય સ્વરૂપ છે, રોગાદિપરીષહજય મધ્યમવિનજય સ્વરૂપ છે અને મિથ્યાત્વજય ઉત્કૃષ્ટ વિધ્વજય સ્વરૂપ છે. આમ તો વિધ્વજય એક પ્રકારનો છે. પરંતુ વિનજયના પ્રતિયોગી વિપ્ન હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66