________________
સ્વરૂપ બને છે. પ્રણિધાનાદિ ત્રણ આશયની પ્રાપ્તિ પછી આ ચોથા આશયને પામવાનું સરળ છે. આત્મા એ ધર્મની સારી રીતે અનુભૂતિ(સંવેદન) કરે છે; જે જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકરૂપ અવસ્થામાં પરિણત હોય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર : આ ત્રિતયાત્મક ધર્મ છે. જ્ઞાનાદિના ક્ષયોપશમભાવાદિ સ્વરૂપ એ ધર્મ આત્મપરિણતિસ્વરૂપ છે. એનું ઉપચારરહિત જે આત્માને સંવેદન થાય છે, તસ્વરૂપ સિદ્ધિ નામનો આશય છે.
આ આશય દરમ્યાન મુમુક્ષુ આત્માઓને પોતાની અપેક્ષાએ હિનગુણવાળા પ્રત્યે કૃપા હોય છે. મધ્યમ (લગભગ પોતાના જેવા) ગુણવાળા પ્રત્યે ઉપકાર કરવાની અર્થાત્ પોતાને મળેલા ધર્મને પ્રાપ્ત કરાવવાની ભાવના હોય છે અને પોતાની અપેક્ષાએ જેઓ ગુણથી અધિક છે તેમની પ્રત્યેના વિનયાદિથી યુક્ત આ સિદ્ધિ હોય છે. યોગવિશિકાની ટીકામાં મહામહોપાધ્યાયજી મહારાજાએ આ આશયનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે અધિક ગુણવાળા પૂ. ગુરુદેવાદિની પ્રત્યેના વિનય, બહુમાન અને વૈયાવૃત્ય ઈત્યાદિથી યુક્ત, હિનગુણવાળા પ્રત્યેના દાન, દયા, તેમના દુઃખને દૂર કરવાની ભાવના... ઈત્યાદિથી યુક્ત અને મધ્યમ ગુણવાળા પ્રત્યેના ઉપકારથી યુક્ત એવી અધિકૃત ધર્મસ્થાન
સ્વરૂપ અહિંસાદિ ધર્મની અતિચારરહિત જે પ્રામિ છે તેને સિદ્ધિ કહેવાય છે. અર્થ-કામની સિદ્ધિ વખતે અધિક ગુણવાળા વગેરેની પ્રત્યે જેમ વિનય, બહુમાન વગેરે પ્રતીત