Book Title: Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 34
________________ ગમે તે કારણે ધર્મક્ષેત્રમાં આજે વિધ્વજય અંગે ઘણી જ ઉપેક્ષા સેવાય છે. વિધ્વજયસ્વરૂપ આશયને પ્રાપ્ત કરવા માટે પણ ઉપર જણાવેલાં ત્રણ વિદ્ગમાંથી કોઈ વિઘ્ન નડે છે-એમ માન્યા વિના ચાલે એવું નથી. ગમે તે રીતે અનવસ્થાને અટકાવી ઉપર જણાવ્યા મુજબ સર્વ મેળવી અને ગુરુપાતંત્ર્ય કેળવી વિશ્નોનો જય મેળવવા પ્રયત્નશીલ બની રહેવું જોઈએ. ૧૦-૧૩ ચોથા સિદ્ધિસ્વરૂપ આશયનું નિરૂપણ કરાય છેसिद्धिस्तात्त्विकधर्माप्तिः, साक्षादनुभवात्मिका । कृपोपकारविनयान्विता हीनादिषु क्रमात् ॥१०-१४॥ “સાક્ષા અનુભવ સ્વરૂપ તેમ જ હીન, મધ્યમ અને અધિક(ઉત્કૃષ્ટ)માં અનુક્રમે કૃપા, ઉપકાર અને વિનયગુણથી યુક્ત એવી તાત્વિક ધર્મની જે પ્રામિ છે તેને સિદ્ધિ કહેવાય છે.”-આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે તાત્ત્વિક ધર્મની પ્રાપ્તિને સિદ્ધિ કહેવાય છે. અભ્યાસથી(પુનઃ પુનઃ આસેવનથી) શુદ્ધ બનેલા ધર્મને તાત્ત્વિકધર્મ કહેવાય છે. અભ્યાસદશાપન્ન ધર્મને તાત્વિક માનતા નથી. આ તાત્વિક ધર્મની પ્રાપ્તિ ઉપલબ્ધિસ્વરૂપ છે. ઉપલબ્ધિ સાક્ષાત્કારસ્વરૂપ છે. અધિકૃત અહિંસાદિ સ્વરૂપ તાત્વિક ધર્મની ઉપલબ્ધિ ઉપચારથી રહિતપણે અનુભવાત્મકરૂપે હોય તો તે સિદ્ધિ

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66