________________
થાય છે તેમ અધિકૃત ધર્મની સિદ્ધિ વખતે પણ ઉપર જણાવ્યા મુજબ વિનય, બહુમાન વગેરે ગુણો હોવા જોઈએ. અન્યથા સિદ્ધિ તાત્વિક નહીં બને. ૧૦-૧૪
હવે વિનિયોગસ્વરૂપ પાંચમા આશયનું નિરૂપણ કરાય
છે
अन्यस्य योजनं धर्मे, विनियोगस्तदुत्तरम् । कार्यमन्वयसम्पत्त्या, तदवन्ध्य फलं मतम् ॥१०-१५॥
“બીજાને ધર્મમાં જોડવા : તેને વિનિયોગ કહેવાય છે. તે સિદ્ધિના ઉત્તરકાળમાં થનારું કાર્ય છે. વિચ્છેદ ન થવાથી તે અવધ્યફળવાળું મનાય છે.”-આ પ્રમાણે પંદરમાં શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય એ છે કે, પોતાને જે અહિંસાદિ ધર્મની સિદ્ધિ થઈ છે, તે ધર્મમાં બીજાને જોડવા અર્થાત્ તે ધર્મ બીજાને પ્રાપ્ત થાય તેમ કરવું, તેને વિનિયોગ સ્વરૂપ આશય કહેવાય છે.
અધિકૃત-ધર્મની સિદ્ધિ પ્રાપ્ત થયા પછી આ વિનિયોગ કરવાનો છે. વિનિયોગથી ઉત્તર ઉત્તર ક્ષણમાં અધિકૃત ધર્મની જન્માન્તરમાં પણ પ્રાપ્તિ થતી હોવાથી તે ધર્મનો વિચ્છેદ થતો નથી. પરંતુ ઉત્તરોત્તર તેનો સંબંધ ચાલુ હોવાથી તેનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. જે અનુષ્ઠાન આ વિનિયોગ નામના આશયથી યુક્ત હોય છે, તે અનુષ્ઠાન સ્વપરના ઉપકારની બુદ્ધિસ્વરૂપે અનેક જન્મોમાં પ્રગટ