________________
“પ્રણિધાનાદિ આશયનો અભાવ હોવાથી અચરમાવર્તકાળમાં યોગમાર્ગના યોગનો(સંબંધનો) અભાવ હોય છે. તે વખતે યોગમાર્ગની સ્વરૂપયોગ્યતા હોવા છતાં તૃણાદિમાં ઘીના પરિણામના અભાવની જેમ અચરમાવર્ત કાળમાં યોગમાર્ગનો અયોગ હોય છે.”-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય સ્પષ્ટ છે કે અચરમાવર્તકાળમાં યોગમાર્ગની પ્રાપ્તિની સ્વરૂપયોગ્યતા હોવા છતાં પ્રણિધાનાદિ આશયનો અભાવ હોવાથી યોગમાર્ગની પ્રાપ્તિનો સંભવ નથી. જે કાળમાં ઘાસ વગેરે હોય છે; તે કાળમાં તૃણાદિ(ઘાસ વગેરે) પરિણામમાં ઘી વગેરે પરિણામ સ્વરૂપ થવાની યોગ્યતા(સ્વરૂપયોગ્યતા) હોવા છતાં તૃણાદિ-પરિણામના કાળમાં જેમ વૃતાદિ(ઘી વગેરે) પરિણામ થતો નથી. તેમ અચરમાવર્તકાળમાં યોગમાર્ગની પ્રાપ્તિની સ્વરૂપયોગ્યતા હોવા છતાં યોગમાર્ગની પ્રાપ્તિની કોઈ જ સંભાવના હોતી નથી. અચરમાવર્તકાળમાં યોગમાર્ગની પ્રાપ્તિની સ્વરૂપયોગ્યતા હોવા છતાં કાલાદિ સહકારીકારણની યોગ્યતાનો અભાવ છે. તેથી જ સહકારીકારણની યોગ્યતાના અભાવવાળા કાળમાં જે કાર્યનો અભાવ થાય છે, તે યોગ્યતાના અભાવને લઈને જ છે : તે સિદ્ધ કરવાના અભિપ્રાયથી શ્રી હરિભદ્રસૂરિમહારાજાએ “યોગબિંદુમાં (શ્લોક નં. ૯૩-૯૪) જણાવ્યું છે કે- લોપંક્તિ માટે