________________
કરાતી ધર્મક્રિયા અધર્મસ્વરૂપ હોવાથી અચરમાવર્તકાળમાં અધ્યાત્મસ્વરૂપ યોગ પ્રાપ્ત થતો નથી. અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્વકાયસ્થિતિવાળા વનસ્પતિકાયના જીવને અનંતાનંત વનસ્પતિના જન્મોમાં જેમ દેવસંબંધી સુખ પ્રાપ્ત થતું નથી તેમ અચરમાવર્તકાળમાં અધ્યાત્મ પ્રાપ્ત થતું નથી. દેવસંબંધી સુખોની પ્રાપ્તિનાં કારણ અણુવ્રતો અને મહાવ્રતો વગેરે છે. તેની પ્રાપ્તિ વનસ્પતિકાયના અનંતાનંત જન્મોમાં ક્યારે પણ થતી નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે વનસ્પતિકાયના તે જીવને દેવસંબંધી સુખનાં કારણોનો જ અભાવ હોવાથી કાર્યભૂત દેવસંબંધી સુખનો અભાવ છે. આમ હોવા છતાં તે જીવમાં તે સુખની યોગ્યતા; કાળને લઈને નથી : તેમ જણાવ્યું છે. આથી સમજી શકાય છે કે સહકારી કારણોની યોગ્યતાના અભાવવાળા કાળમાં કાર્યની અનુત્પત્તિ જીવની અયોગ્યતા(યોગ્યત્વાભાવ)ના કારણે છે. અન્યથા તે તે કારણના અભાવને લઈને કાર્યની પ્રાપ્તિ થઈ ન હોય ત્યારે જીવની અયોગ્યતાદિનું વર્ણન નિરર્થક બની જાય છે. ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ.
તેમ જ યોગબિંદુમાં ઉપર જણાવેલી વાતના અનુસંધાનમાં જણાવ્યું છે કે તેજસ્કાય અને વાયુકાયના, મનુષ્યપણાને પણ પ્રાપ્ત કરવા માટે અયોગ્ય એવા ભવ્ય જીવોને પણ દેશથી કે સર્વથી ચારિત્રનો સંભવ નથી. તેમ