Book Title: Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ સ્વરૂપે ત્રણ પ્રકારના છે તેથી તેની વિવક્ષાએ વિઘ્નજય ત્રણ પ્રકારનો જણાવ્યો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ માણસ કોઈ એક ઈષ્ટ સ્થાને પહોંચવાની ઈચ્છાથી પ્રયાણની શરૂઆત કરે અને કાંટાવાળા માર્ગે જવાનું થાય ત્યારે તે કાંટાના વિઘ્ને તે માણસને માર્ગે સારી રીતે જવામાં વ્યાઘાત થવાથી કાંટાનું વિઘ્ન વિશિષ્ટગમન(સરળ રીતે જવા)માં અંતરાય સ્વરૂપ બને છે. કાંટાથી રહિત માર્ગ હોય તો ચાલનારને તે માર્ગમાં કોઈ પણ જાતની આકુળતા વિના જવાની અનુકૂળતા પ્રાપ્ત થાય છે. આવા પ્રકારના કંટકવિઘ્નના જય જેવો પ્રથમ વિઘ્નજય(હીનવિધ્નજય) છે. વિવક્ષિત સ્થાને પહોંચવાની ભાવનાપૂર્વક માર્ગમાં પ્રયાણ કરનારનું શરીર તાવ વગેરેની વેદનાથી ગ્રસ્ત હોય તો; નિરાકુલપણે જવાની ઈચ્છા હોવા છતાં તેના પગ ખૂબ જ વિહ્વળતાપૂર્વક પડતા હોવાથી નિરાકુલપણે તે ગમન કરી શકતો નથી. કાંટાના વિઘ્ન કરતાં પણ જ્વર (રોગાદિ)વિઘ્ન મોટું છે. તેના જયથી માર્ગમાં નિરાકુલ પ્રવૃત્તિ થાય છે. આ રીતે જ્વર(રોગાદિ)વિઘ્નના જય સમાન બીજો મધ્યમ વિઘ્નજય છે. વિવક્ષિત સ્થાને પહોંચવા માટે પ્રસ્થિત આત્માને દિશાભ્રમજેવું મોહવિઘ્ન છે. તેના જયથી આત્માને તે તે સ્થાને નિરાકુલતાપૂર્વક પહોંચવાનું શક્ય બને છે. પરંતુ મોહાદિ(ત્રીજા પ્રકારના વિઘ્ન)થી પરાભવ પામેલા આત્માને CICH ૨૯ CHHI

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66