________________
નથી. “યોગવિંશિકા'ની ટીકામાં ગ્રંથકારશ્રીએ આ આશયનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે પ્રવૃત્તિમાં દિયા જલદીથી સમાપ્ત કરવાનો આશય હોતો નથી. અધિકૃત ધર્મસ્થાનને છોડીને અન્ય કાર્ય કરવાનો અહીં અભિલાષ હોતો નથી. તેથી અધિકૃત દિયા જલદી પૂર્ણ કરવાની ઈચ્છા ન હોય એ
સ્પષ્ટ જ છે. બંન્નેનું તાત્પર્ય એક જ છે. જે અનુષ્ઠાન કરવાનું નક્કી કર્યું છે; તે વિધિપૂર્વક કરવાથી અવશ્ય ફળને આપનારું બને છે. એવો પરમવિશ્વાસ હોવાથી, ફળ પ્રત્યે એવી કોઈ ઉત્સુકતા ન હોવાથી આરબ્ધ ક્રિયા ઝટ પૂરી કરવાની ઈચ્છાનો અહીં અભાવ હોય છે.
આવી રીતે સુક્ય ન હોવાથી અને અન્યાભિલાષા પણ ન હોવાથી અધિકૃત ધર્મના વિષયમાં મન, વચન અને કાયાની એકાગ્રતાપૂર્વક ચિત્તની સ્થિર પરિણતિવાળો પ્રવૃત્તિ નામનો આશય પ્રાપ્ત છે. લોકપ્રસિદ્ધ દરરોજની તે તે ક્રિયાઓમાં આ પ્રવૃત્તિ નામનો આશય સ્પષ્ટપણે જોવા મળે છે. પરંતુ ધાર્મિક ક્લિાઓમાં તે ભાગ્યે જ જોવા મળે. અનાદિકાળના કુસંસ્કારો આત્માના શુદ્ધ સ્વરૂપને એવી રીતે રોકીને બેઠા છે કે જેથી એમ જ લાગ્યા કરે કે અશુદ્ધ સ્વરૂપ જ આપણું સ્વરૂપ છે. આવી સ્થિતિમાંથી બહાર આવવા માટે આપણે જે કોઈ ધર્મ કરવાનો નિર્ણય કર્યો હોય તેને વિશુદ્ધ રીતે કર્યા વિના ચાલે એવું નથી. માત્ર ધર્મ કરવાથી એ સ્થિતિમાં કોઈ પણ રીતે પરિવર્તન શક્ય નથી. પ્રણિધાન અને પ્રવૃત્તિ આશયથી અધિકૃત ધર્મ વિશુદ્ધ