________________
બની રહે છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં સઘળાં ચ અનુષ્ઠાનો નિરવદ્ય છે. શ્રી વીતરાગપરમાત્મા ક્યારે પણ સાવદ્ય અનુષ્ઠાનનો ઉપદેશ આપે નહિ. સાવદ્ય અનુષ્ઠાનનો ઉપદેશ આપનારા; શ્રી વીતરાગપરમાત્મા જ નહિ, તેઓશ્રીના અનુયાયી પણ હોતા નથી. પ્રણિધાનના અભાવે નિરવદ્ય અનુષ્ઠાન પણ સાવદ્ય બનતું હોય છે. ગ્રંથકાર પરમર્ષિ મહામહોપાધ્યાયજી મહારાજાએ શ્રી ષોડશક પ્રકરણની ટીકામાં ‘નિવદ્યવસ્તુવિષયક્’-આ પદથી સૂચિત અર્થને ફરમાવતાં જણાવ્યું છે કે-અધિકૃત ધર્માનુષ્ઠાનની સિદ્ધિ માટે દરરોજ જે કરવું જોઈએ તે નિરવદ્ય વસ્તુનું જે ધ્યાન (સતત ઉપયોગ) છે-તેને પ્રણિધાન કહેવાય છે. સૂક્ષ્મ રીતે એ વાત સમજી લેવી જોઈએ. આપણે જ્યારે પણ કોઈ અનુષ્ઠાન કરવાનો નિર્ણય કરીએ ત્યારે તે અનુષ્ઠાન મોક્ષનું કારણ બને એવી ભાવના સહેજે હોયએ સમજી શકાય છે. જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી આરંભેલું ધર્માનુષ્ઠાન સતત ચાલુ રાખવાનું લક્ષ્ય હોવું જોઈએ. અન્યથા મોક્ષની પ્રાપ્તિ થતી નથી. કોઈ પણ ધર્માનુષ્ઠાન મોક્ષનું કારણ ન બને તો માનવું પડે કે એ ધર્માનુષ્ઠાન પૂર્ણ-સિદ્ધ થયું નથી. તેની સિદ્ધિ થાય એ માટે દરરોજ સિદ્ધિને અનુકૂળ જે કરવાનું જરૂરી છે, તેનો ખ્યાલ મુમુક્ષુએ રાખવો જોઈએ-આ પ્રણિધાન છે.
||૧૦-૧૧||
***
૨૪
FCHE