________________
મનથી વિચલિત-નહીં બનવું જોઈએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, વિધિ વગેરે સંબંધી વિચલિતતા અનેક પ્રકારની છે. જે કોઈ પણ અનુષ્ઠાન(પૂજા-સામાયિક વગેરે) કરવાનું હોય તે અંગે દ્રવ્યાદિ નિયત જ હોય છે. પરંતુ જ્યારે સંયોગવશ દ્રવ્યાદિમાં વિષમતા ઊભી થાય ત્યારે ચલાવી લેવાની જે વૃત્તિ છે, તે વિચલિત અવસ્થા છે. “આ નથી તો આ ચાલશે” “આમ નહિ તો આમ... ઈત્યાદિ અધ્યવસાય મનની વિચલિત અવસ્થાને જણાવે છે. આ નથી તો તે મેળવ્યા વિના નહિ જ ચાલે’ ‘આમ કેમ નહિ ? આમ જ કરવાનું છે... ઈત્યાદિ અધ્યવસાય મનની અવિચલિત અવસ્થાને જણાવે છે. કરવા ધારેલા અનુષ્ઠાન પ્રસંગે દ્રવ્યાદિને આશ્રયીને સહેજ પણ ચલાવી લેવાની વૃત્તિનો અભાવ, ચિત્તને ક્વિાનિષ્ઠ બનાવે છે. અનંતજ્ઞાનીઓએ તે તે અનુષ્ઠાન અંગે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, વિધિ અને ઉદ્દેશ વગેરેને આશ્રયીને મર્યાદા દર્શાવેલી છે. તે મર્યાદાથી વિચલિત ના થવું અને અવિચલિત સ્વભાવવાળા બનવું-તે પ્રણિધાન છે.
આપણે જે ધર્મ કરતા હોઈએ અને જે રીતે કરતા હોઈએ તેની અપેક્ષાએ જેઓ હીનધર્મવાળા હોય તેમને વિશે કૃપા(કરુણા)વાળું ચિત્ત હોવું જોઈએ. પરંતુ તેઓ હિનગુણવાળા હોવાથી તેમની પ્રત્યે દ્વેષ ના આવવો જોઈએ.
અમે કેવો ધર્મ કરીએ છીએ ? કેવી રીતે કરીએ છીએ ? ધારીએ તો શું ન થાય ? કશું જ અશક્ય નથી.” ઈત્યાદિ