________________
હોવાથી તુચ્છ અને અસાર છે. પરિશુદ્ધ ધર્મક્રિયાની પ્રાપ્તિ માટે પ્રણિધાનાદિ આશયને પામવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. ૧૦-૧૦ગા.
પ્રણિધાન નામના આશયનું સ્વરૂપ જણાવાય છેप्रणिधानं क्रियानिष्ठमधोवृत्तिकृपानुगम् । परोपकारसारं च चित्तं पापविवर्जितम् ॥१०-११॥
અધિકૃત ક્રિયામાં રહેલા, પોતાની અપેક્ષાએ હીન ગુણવાળાઓમાં કૃપાથી યુક્ત; પરોપકારની પ્રધાનતાવાળા અને પાપથી રહિત એવા ચિત્તને પ્રણિધાન કહેવાય છે.”આશય એ છે કે રાગાદિ મલના અપગમથી પુષ્ટિ અને શુદ્ધિવાળું જે ચિત્ત છે તસ્વરૂપ જ ધર્મ છે. એ ચિત્ત આત્માના અધ્યવસાય સ્વરૂપ છે. બાહ્ય ધર્મક્રિયાઓ તેનું કારણ હોવાથી ઉપચારથી ધર્મ કહેવાય છે. પ્રણિધાનાદિ પાંચ આશયો પણ વાસ્તવિક રીતે આંતર ધર્મના વિશેષણભૂત છે. બાહ્યધર્મક્રિયાઓમાં પણ તે ઉપચારથી વિરક્ષાય છે. અહીં જે ચિત્તને પ્રણિધાનસ્વરૂપે વર્ણવ્યું છે, તે ચિત્તને યાદ રાખ્યા વિના ચાલે એવું નથી. ધર્મને મોક્ષદાયી બનાવવાનું કામ એ ચિત્ત કરે છે.
સામાન્ય રીતે જે કોઈ પણ ધર્માનુષ્ઠાન કરવાનું ધાર્યું હોય તેને અધિકૃત ધર્મસ્થાન કહેવાય છે. શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞા મુજબ એ અનુષ્પન કરતી વખતે