________________
જે ધર્મક્રિયા કરે છે તે ધર્મક્રિયા પણ; આ પૂર્વે જણાવ્યા મુજબ ધર્મની લઘુતા કરનારાની ધર્મક્રિયા કરતાં થોડી સારી છે. કારણ કે અનાભોગના કારણે લોકના ચિત્તના આરાધનમાં તત્પર હોવા છતાં યથાસ્થિત ધર્માદિનું જ્ઞાન ન હોવાથી ભવની ઉત્કટ ઈચ્છાના અભાવે મહાન એવી ધર્મક્રિયામાં અલ્પતા(લઘુતા-આ લોકાદિના સુખના હેતુ સ્વરૂપે ધર્મને માનવાથી લઘુતા થાય છે.)ને તે કરતો નથી. આ રીતે ધર્મહાનિને નહિ કરવાના કારણે તેની ધર્મક્રિયા ધર્મહાનિને કરનારાની ધર્મક્ષિાની અપેક્ષાએ થોડી સારી છે.
વાસ્તવિક રીતે તો લોકપંક્તિથી કરાયેલી તે બંન્નેમાંથી એક પણ ક્રિયા સારી નથી. કારણ કે ત્યાં પ્રણિધાન, પ્રવૃત્તિ વગેરે પાંચ આશયોનો અભાવ છે. ક્વિાની શુદ્ધિમાં પ્રણિધાનાદિ પાંચ આશયો તો હેતુ છે અને તેનો જ અહીં અભાવ છે. તેથી જ્યાં કારણનો અભાવ હોય ત્યાં કાર્યની સિદ્ધિ કઈ રીતે થાય ? I૧૦-૯
જે પ્રણિધાનાદિ પાંચ આશયોના કારણે ધર્મક્રિયા શુદ્ધ બને છે, તે પ્રણિધાનાદિને જણાવાય છેप्रणिधानं प्रवृत्तिश्च, तथा विघ्नजयस्त्रिधा । सिद्धिश्च विनियोगश्च, एते कर्मशुभाशयाः ॥१०-१०॥
પ્રણિધાન, પ્રવૃત્તિ, ત્રણ પ્રકારનો વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગ-આ કર્મક્રિયા)માં શુભાશયો છે.”