________________
પ્રકારે હિનગુણવાળા પ્રત્યે ચિત્તમાં દ્વેષ ન ધરવો : એ પ્રણિધાન છે. આમ પણ પ્રાણીમાત્ર પ્રત્યે દ્વેષ કરવાનો ન હોવાથી હનગુણવાળા પ્રત્યે પણ દ્વેષ કરવાનો નથી. આવા પ્રસ કર્મપરિણતિની વિષમતાનો વિચાર કરી કૃપાન્વિત બનવું જોઈએ. આપણી પાસેનાં ઘર, દુકાન વગેરે ભોગાદિ સાધનોની અપેક્ષાએ એવા હીન ભોગાદિ સાધનોવાળા પ્રત્યે આપણને કાંઈ દ્વેષ આવતો નથી. તેથી હીનગુણવાળા પ્રત્યે ખરી રીતે તો ઠેષ કરવાનું કોઈ જ કારણ નથી.
ઉપર જણાવ્યા મુજબ ક્રિયાનિષ્ઠ અને અધોવૃત્તિકૃપાનુગ ચિત્ત પરોપકારપ્રધાન હોવું જોઈએ. સામાન્ય રીતે શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞા મુજબ કરાતું કોઈ પણ અનુષ્ઠાન સ્વ-પર ઉપકારનું કારણ બનતું હોય છે. પરંતુ શક્તિ હોય તો તે મુજબ બીજાનું કામ કરી આપવાની વૃત્તિ રાખવી જોઈએ. જે કામ આપણે અનાયાસે કરી શક્તા હોઈએ ત્યારે કોઈ વાર તે કામ બીજાથી શતપ્રયત્ન પણ થઈ શકતું ના હોય તેથી તે કામ કરવાથી સ્વ-પરને વિશેષ લાભ થતો હોય છે. આમાંથી જ ધર્મસિદ્ધિના બીજા લિસ્વરૂપે દાક્ષિણ્ય પ્રાપ્ત થતું હોય છે.
પ્રણિધાનયુક્ત ચિત્ત પાપથી રહિત હોય છે. જે કોઈ પણ ધર્માનુષ્ઠાન કરવાનું ધાર્યું હોય તે અનુષ્ઠાન કરતી વખતે સાવદ્ય(પાપ)નો પરિહાર કરવા વડે નિરવદ્યસ્વરૂપે કરવું જોઈએ. ભગવાન શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞા મુજબ જો અનુષ્ઠાન કરાય તો તે સહજપણે જ નિરવદ્ય