Book Title: Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ સદ્ગુરુનો યોગ અને ધર્મશ્રવણ વગેરે કારણોની પ્રાપ્તિ થવા છતાં તે વખતે મોક્ષની પ્રાપ્તિ ના થઈ અને યોગની પ્રાપ્તિ થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આથી સમજી શકાય છે કે મોક્ષસ્વરૂપ ફળની ઉત્પત્તિમાં યોગના કારણે વિલંબ થતો નથી. ફળની પ્રત્યે વિના વિલંબે તે કારણ હોવાથી મુખ્યકારણતા યોગમાં છે. એ વાતને સ્પષ્ટ રીતે જણાવતાં શ્લોકના ઉત્તરાદ્ધમાં જણાવ્યું છે કે મોક્ષના કારણભૂત યોગનો સંભવ ચરમાવર્તમાં છે. આશય એ છે કે અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલ પ્રમાણ એક પુલપરાવર્ત કાળ છે. આવા અનંતાનંત પુદ્ગલપરાવર્ત આ સંસારમાં આજ સુધીમાં આપણે વિતાવ્યા છે. આ અનાદિ-અનંત સંસારમાં એક પુદ્ગલપરાવર્તકાળથી વધારે કાળ જીવને પરિભ્રમણ કરવાનું ન હોય ત્યારે તે જીવને માટે ચરમાવર્તકાળનો પ્રારંભ થાય છે. આ ચરમાવર્તકાળમાં જ જીવને મોક્ષકારણભૂત આત્મવ્યાપાર સ્વરૂપ યોગની પ્રાપ્તિ થઈ શકે છે. એ પૂર્વે અચરમાવર્ત કાળમાં મોલોપયોગી મનુષ્યજન્માદિ સામગ્રી મળવા છતાં “યોગ’ની પ્રાપ્તિ થતી નથી. આથી સમજી શકાશે કે મોક્ષોપયોગી અન્ય સામગ્રીની પ્રાપ્તિ કરતાં યોગની પ્રાપ્તિ પછી મોક્ષની પ્રાપ્તિ સત્વર થાય છે. તેથી વિના વિલંબે મોક્ષની પ્રાપ્તિનું કારણ હોવાથી યોગ મુખ્ય કારણ મોક્ષના ઉપાદાનના કારણે અને મોક્ષની પ્રામિ વિના

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66