Book Title: Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ તેનાથી તેમને કોઈ જ ફળ પ્રાપ્ત થતું ન હોવાથી તેઓ નિષ્ફળ એવી ધર્મક્રિયાઓમાં જ રક્ત હોય છે. આ જીવોને અભિનિવેશ ઘણો હોય છે. તેથી સમર્થ ગુરુભગવંતો પણ તેમને સમજાવી શકતા નથી. દરેક વસ્તુમાં અતત્ત્વનો જ અભિનિવેશ હોવાથી વધ્ય (નિષ્ફળ) ક્રિયાઓમાં તેઓ સદ્ગત હોય છે અને જે કરીએ છીએ તે બરાબર છે-આ અધ્યવસાયથી ક્રિયાને ફળપ્રદ કરી શકતા નથી. સુદ્રતા વગેરે લક્ષણથી જણાતા ભવાભિનંદી’ જીવો હોય છે. તેઓ કહેતા હોય છે કે “અસાર એવો પણ આ સંસાર; દહીં, દૂધ, પાણી, તાબૂલ(મુખવાસ) પુષ્પ, સારભૂત દ્રવ્ય અને સ્ત્રી વગેરેના કારણે સારવાળો જણાય’... ઈત્યાદિ વચનો દ્વારા સંસારનું અભિનંદન કરવાના સ્વભાવવાળા તેઓ હોવાથી તેમને ભવાભિનંદી કહેવાય છે. ૧૦-પા ભવાભિનંદી જીવોનું સ્વરૂપ જણાવીને હવે લો૫ક્તિનું સ્વરૂપ જણાવાય છેलोकाराधनहेतो र्या मलिनेनान्तरात्मना । क्रियते सक्रिया साऽत्र लोकपङ्क्तिरुदाहृता ॥१०-६॥ “લોકના ચિત્તને આવર્જિત કરવા મલિન એવા ચિત્તથી જે સક્રિયા કરાય છે, તેને યોગના નિરૂપણના વિષયમાં યોગના જાણકારોએ લોકપડુક્તિ તરીકે વર્ણવી

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66