________________
છે.” આશય એ છે કે શિષ્ટ પુરુષોએ આચરેલી જે ક્રિયાઓ છે, તેને સક્રિયાઓ કહેવાય છે. આવી સક્રિયાઓ પણ ખરી રીતે શુદ્ધ ચિત્ત વડે આત્માના કલ્યાણની ભાવના પૂર્વક કરવાની છે. પરંતુ તે ક્રિયાઓ; લોકોના ચિત્તને પોતાની તરફ આકર્ષવા માટે પોતાની કીર્તિ વગેરે સર્વત્ર વિસ્તરે. ઈત્યાદિની સ્પૃહા વગેરેથી મલિન થયેલા ચિત્ત વડે કરવામાં આવે તો યોગશાસ્ત્રના જ્ઞાતાઓ યોગનિરૂપણના અવસરે તે ક્રિયાને લોકપક્તિ તરીકે વર્ણવે
સામાન્ય રીતે ભવાભિનંદી જીવો આહાર, ઉપધિ, પૂજા (સત્કારાદિ) ઋદ્ધિ અને રસગારવાદિમાં પ્રતિબદ્ધ હોય છે. તે બધાના રાગથી તેઓ ધર્મક્રિયાઓ કરે છે. એ રાગ ચિત્તસંબંધી મલ છે. રાગ, દ્વેષ અને મોહ(અજ્ઞાન) : આ ત્રણ મલ છે. આવા મલથી યુક્ત જે ચિત્ત છે; તેને મલિન અંતરાત્મા કહેવાય છે, જે ભાવમનસ્વરૂપ છે. મલિન એવા અંતરાત્માથી ઉપર જણાવ્યા મુજબ જે ક્રિયા કરાય છે, તે પ્રાય: લોકના ચિત્તને ખુશ કરવા માટે કરાય છે. લોકો કરે છે માટે કરવું, લોકમાં સારું દેખાશે અને લોકો સારા માનશે... ઈત્યાદિ આશયથી કરાતી સક્રિયાઓ લોકપક્તિ સ્વરૂપ છે.
યોગસ્વરૂપ ક્રિયાઓ અને લોકપતિસ્વરૂપ ક્રિયાઓમાં ઉપર-ઉપરથી જોઈએ તો સામ્ય ઘણું જ દેખાય છે. પરંતુ બન્નેના ફળમાં ઘણું જ અંતર હોય છે. આવા