________________
પણતા છે. વસ્તુ ન હોય અને તેથી તેના ઉપયોગનો અભાવ જણાય. પરંતુ એટલામાત્રથી ત્યાં કૃપણતા મનાય નહિ. સારી વસ્તુ હોવા છતાં તેનો ઉપયોગ જ ન કરવાની વૃત્તિ ખૂબ જ ગાઢ મમત્વને જણાવનારી છે. ભવાભિનંદી જીવો આવા પણ હોય છે.
ભવાભિનંદી જીવોનું બીજું લક્ષણ લોભમાં રતિ’ છે. રમતિના સ્થાને અન્યત્ર રામરતિ આવો પાઠ છે. બંન્નેનો અર્થ “યાગાશીલ’ વર્ણવ્યો છે. લાભનું કારણ, અપેક્ષાએ લોભ છે અને લોભનું કાર્ય લાભ છે. બન્નેમાંથી કોઈ એમાં રતિ થશે તો તેના કારણે બીજામાં પણ રતિ થવાની જ. એ રતિના કારણે જીવ, લોભના વિષયને માંગ્યા વિના નહીં રહે. ધીરે ધીરે પછી તો જીવનો તે તે વસ્તુઓ માંગવાનો સ્વભાવ થઈ જાય છે, જે લોભને ઉત્કટ બનાવે છે. ઉત્કટ બનેલા કષાયો ભવમાં જ રમણ કરાવે છે. આસક્તિના કારણે જ ભવમાં આનંદ આવે છે. વસ્તુ સારી છે માટે આનંદ નથી. ખરેખર તો વસ્તુ સારી લાગે છે માટે આનંદ આવે છે. ભવ સારો ન લાગે તો તેમાં આનંદ આવવાનું વાસ્તવિક કોઈ જ કારણ નથી.
ભવમાં આનંદ પામનાર જીવો દીન હોય છે. સદાને માટે જેમણે કલ્યાણ જોયું નથી; તે જીવોને દીન તરીકે અહીં વર્ણવ્યા છે. આવા જીવો નહીં જેવા પણ સુખમાં આનંદ પામે છે અને ભવિષ્યમાં આથી વધારે અને સારું મળશે-એવી આશામાં ને આશામાં જીવ્યા કરે છે. જે