Book Title: Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ એવી યોગ્યતા જ હોતી નથી કે જેથી તેઓને સન્મા– ર્ડાભિમુખતા પ્રાપ્ત થાય. દિગ્મૂઢ પ્રાણીઓને જેમ કશું જ સૂઝતું નથી તેમ અચરમાવર્ત્તવર્તી જીવોને સન્માર્ગ સમજાતો નથી. મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય; આમ તો ચરમપુદ્ગલપરાવર્ત્તકાળમાં પણ હોય છે. પરંતુ અચરમા-વર્તુકાળના કારણે જીવને, તે વખતે સન્માર્ગાભિમુખતા પ્રાપ્ત થતી જ નથી. બંન્ને (અચરમાવર્ત્ત અને ચરમાવર્ત્ત) અવસ્થાના મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયમાં આ રીતે ફરક છે. કાળના ભેદે એવો ભેદ માન્યા વિના ચાલે એવું નથી. કારણ કે ચરમાવર્ત્તકાળમાં પણ મિથ્યાત્વમોહનીયકર્મ ઉત્કૃષ્ટ સ્થિતિ અને ઉત્કૃષ્ટ રસવાળું ઉદ્દયમાં સંભવી શકે છે. આમ છતાં ચરમાવર્ત્તકાળમાં સન્માર્ગાભિમુખતા પ્રાપ્ત થાય અને અચરમાવર્ત્તકાળમાં તે પ્રાપ્ત ન થાય એમાં મુખ્યપણે તે તે કાળની પ્રયોજતા સ્પષ્ટપણે સમજી શકાય છે. ૧૦-૩ ❀❀❀ અચરમાવર્ત્તકાળવર્તી જીવોનું સ્વરૂપ વર્ણવાય છેतदा भवाभिनन्दी स्यात्, संज्ञाविष्कम्भणं विना । धर्मकृत् कश्चिदेवाङ्गी, लोकपङ्क्तिकृतादरः ||१०-४॥ “અચરમાવર્ત્તકાળમાં ભવાભિનન્દી, લોકપક્તિમાં આદરવાળો અને આહારાદિ સંજ્ઞાનું વિભણ કર્યા વિના ધર્મને કરનારો કોઈક જ હોય છે.''-આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ-છે કે અચરમાવર્ત્ત ૧૭

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66