Book Title: Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ પ્રમાણે નહીં કહેવું. કારણ કે વ્યુત્પત્યર્થ અતિપ્રસક્ત(વ્યભિચારી અલક્ષ્યમાં પણ વૃત્તિ) ન હોય (અનતિપ્રસક્ત હોય) તો તેને લક્ષણ માનવામાં કોઈ બાધ નથી. અર્થાદ્ અનતિપ્રસક્ત એવા નિરુક્તાર્થ(વ્યુત્પત્યર્થ)માં લક્ષણત્વ માનવામાં કોઈ દોષ નથી. ।।૧૦-૧ ❀❀❀ મોક્ષના મુખ્યકારણભૂત આત્મવ્યાપારમાં મુખ્યત્વ કઈ અપેક્ષાએ વર્ણવ્યું છે ? આ પ્રશ્નનું સમાધાન કરાય છે અર્થાત્ તમ્મુવહેતુવ્યાપારતા-આ યોગલક્ષણઘટક મુખ્યત્વનું નિરૂપણ કરાય છે मुख्यत्वं चान्तरङ्गत्वात् फलाक्षेपाच्च दर्शितम् । चरमे पुद्गलावर्त्ते यत एतस्य सम्भवः ॥ १०-२॥ “આ યોગ; મોક્ષની પ્રત્યે અન્તરજ્ઞ કારણ હોવાથી અને મોક્ષની પ્રત્યે વિના વિલંબે કારણ બનતો હોવાથી તેમાં મુખ્યત્વ(મોક્ષની પ્રત્યે મુખ્ય કારણતા) વર્ણવ્યું છે. કારણ કે આ યોગનો સંભવ ચરમાવર્ત્તમાં છે. એની પૂર્વે તેનો સંભવ જ નથી.’’-આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે મોક્ષની પ્રત્યે યોગ મુખ્ય કારણ છે. સામાન્ય રીતે કાર્યમાત્રની પ્રત્યે કારણસામગ્રી હેતુ બનતી હોય છે. અનેક કારણોના સહકારથી કાર્યની ઉત્પત્તિ થાય છે. તેમ મોક્ષસ્વરૂપ કાર્યની ઉત્પત્તિ પણ કાળ, તથાભવ્યત્વનો પરિપાક, રત્નત્રયીની આરાધના, 30 oes 3433

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 66