Book Title: Yog Lakshan Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 5
________________ વ્યાપારતા સ્વરૂપ યોગનું લક્ષણ છે જ. જ્યાં યોગનું લક્ષણ છે તે યોગ છે, એ સમજી શકાય છે. આ શ્લોકમાં જે થોળ શબ્દ છે, તેનો અર્થ યોગશબ્દ છે, લક્ષ્યભૂત યોગનો બોધક તે યોTM શબ્દ નથી. ાત્ર અહીં જે અત્ર પદ છે તેનો અર્થ લોક અથવા પ્રવચન છે. યોગનાવેવ યોગ:-આ પ્રમાણે વ્યુત્પત્તિ સર્વ લોકમાં મનાતી નથી તેથી અન્ન પદથી પ્રવચન અર્થ વિવક્ષિત છે. મૌનીન્દ્ર પ્રવચનમાં એ વ્યુત્પત્તિને આશ્રયીને ‘યોગ’શબ્દ વ્યુત્પાદિત છે. “મોક્ષેન યોગનારેવ યોગઃ- મોક્ષની સાથે જોડી આપવાથી જ યોગ છે.’-આ પ્રમાણે યોગ શબ્દની વ્યુત્પત્તિ છે. તેથી મોક્ષની પ્રત્યે કારણભૂત મુખ્ય વ્યાપારતા : આ યોગનું લક્ષણ છે. આશય એ છે કે શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ પૂ. સાધુભગવંતો નિરવદ્ય વસતિ, નવકલ્પી વિહાર અને ભિક્ષાટનાદિ જે જે પ્રવૃત્તિ કરે છે; તે બધી જ ક્રિયાઓનો સમુદાય મોક્ષપ્રાપ્તિનું મુખ્ય કારણ છે. તે કારણ સ્વરૂપ આત્માનો વ્યાપાર; આત્માને મોક્ષની સાથે જોડી આપે છે તેથી તે યોગ છે અને તે વ્યાપારમાં રહેલી વ્યાપારતા : એ યોગનું લક્ષણ છે. ‘‘આ રીતે મોક્ષેળ યોજ્ઞનાવેવ આ વ્યુત્પત્તિના કારણે યોTM શબ્દનો અર્થ, ‘મોક્ષમુખ્યકારણવ્યાપારતા’ થાય છે. એ વ્યુત્પત્યર્થને અહીં લક્ષણ સ્વરૂપે વર્ણવ્યું છે, જે યુક્ત નથી. કારણ કે લક્ષણ વ્યુત્પત્યર્થથી ભિન્ન હોય છે.’’-આPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 66