Book Title: Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ अथ योगलक्षणद्वात्रिंशिका प्रारभ्यते । આ પૂર્વેની બત્રીશીમાં સ્થાનું નિરૂપણ ક્યું. એ મુજબ ધર્મસ્થાદિના શ્રવણથી ક્યાના ફળ સ્વરૂપ યોગની પ્રાપ્તિ થાય છે. એ યોગના લક્ષણનું નિરૂપણ કરાય છેमोक्षेण योजनादेव योगो ह्यत्र निरुच्यते । लक्षणं तेन तन्मुख्यहेतुव्यापारतास्य तु ॥१०-१॥ નવમી ક્યાબત્રીશીમાં વર્ણવેલી કથાના શ્રવણથી શ્રોતાને જે યોગસ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે; તે યોગની જિજ્ઞાસા હોવાથી તેના(યોગના લક્ષણનું નિરૂપણ આ બત્રીશીમાં કરાય છે. જે કારણથી શ્રી વીતરાગપરમાત્માના પ્રવચનમાં “મોક્ષે યોજનાદેવ યોઃ” (“મોક્ષની સાથે જોડી આપતો હોવાથી જ યોગ કહેવાય છે.')-આ પ્રમાણે વોર શબ્દની વ્યુત્પત્તિ જણાવાય છે; તે કારણે આ યોગનું “મોક્ષના મુખ્ય કારણભૂત વ્યાપારતા” લક્ષણ છે.'-આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે “યોજ' શબ્દ યોગના યો: આ વ્યુત્પત્તિથી નિષ્પન્ન છે. આ વ્યુત્પત્તિના સામર્થ્યથી મહાનંદસ્વરૂપ મોક્ષની સાથે જે જોડી આપે છે; તે મોક્ષના મુખ્ય કારણભૂત આત્મવ્યાપારને યોગ કહેવાય છે.'-આ પ્રમાણે યોrશબ્દનો અર્થ પ્રતીત થાય છે. મોક્ષકારણભૂત આત્માના સઘળાય વ્યાપાર આ રીતે યોગ કહેવાય છે. કારણ કે તે દરેક વ્યાપારમાં મોક્ષ-મુખ્યકારણ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 66