Book Title: Vrat Harie Guru Sakh Part 02 Author(s): Meghdarshanvijay Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak DalPage 14
________________ મધ્યરાત્રીએ જાગ્યા. દીવડો પ્રગટાવ્યો. પણ આ શું ? આશ્ચર્ય !!! ગઈકાલે તમામ સંપત્તિ દાનમાં આપી દીધી હતી, ઘરમાં કાંઈજ રાખ્યું નહોતું છતાં આખું ઘર પહેલાંની જેમ સંપત્તિથી ઉભરાયેલું દેખાયું. બંનેની આંખો પહોળી થઈ ગઈ. એક બીજા સામે આશ્ચર્યથી જોવા લાગ્યા. વિદ્યાપતિએ કહ્યું, ‘‘હે દેવી ! દસમા દિને તો આ લક્ષ્મી જવાની જ છે. પણ આપણે તો સાંજ પહેલાં જ બધી દાનમાં દઈ દીધી. તો ય તે તો જવાનું નામ જ લેતી નથી. ઘર છોડતી જ નથી. જો દાન દેવા છતાં ય તે જતી ન હોય અને પાછી આવી જતી હોય તો આપણે ખૂબ દાન દેવું જોઈએ. આપણે હવે લક્ષ્મી જોઈતી જ નથી.'’ ન ‘‘સ્વામીનાથ ! આપની વાત એકદમ સાચી છે. જો તેણે ન જવું હોય તો આપણે જે કાંઈ સંપત્તિ મળે તેને દાનમાં આપી દઈએ. નક્કી કરેલાં પરિગ્રહપરિમાણથી વધારે તો આપણાથી રખાય જ નહિ.” આવા પ્રકારના - શુભભાવયુક્ત - વાર્તાલાપ કરતાં કરતાં તેઓ નિદ્રાધીન થયા. બીજા દિવસનું સવાર પડતાં, પ્રતિક્રમણ - સામાયિક - પ્રભુપૂજાદિ ધર્મકાર્યો કરીને તેમણે દાન દેવાનું શરુ કરી દીધું. સાંજ પડતા સુધીમાં ફરી બધી સંપત્તિ લુંટાવી દીધી. સાંજે પ્રતિક્રમણ – ધર્મકથાદિ કરીને તેઓ નિદ્રાધીન થયા. ત્રીજા દિને સવારે ઊઠીને જોયું તો ઘર પાછું સંપત્તિથી છલકાઈ ગયું હતું. આખો દિવસ તેમણે દાન દીધા કર્યું, બધું લુંટાવ્યું. ચોથા દિને સવારે પાછું ઘર ધનથી ભરાઈ ગયું. આ રીતે લગાતાર નવ દિવસ સુધી ચાલ્યું. રોજ બધું ધન દાનમાર્ગે વાપરતા અને સવાર પડતાં ઘર પાછું ભરાઈ જતું ! નવમા દિનની રાત્રીએ બંને એકદમ નિશ્ચિંત બની ગયા. હાશ ! હવે છુટશું. આવતી કાલે દસમો દિવસ છે. લક્ષ્મીજી વિદાય લેશે. આપણે આત્મિક - આરાધનામાં વધુ લીન બનીશું. મધ્યરાત્રીનો સમય થયો. રૂમઝુમ રૂમઝુમ અવાજ સંભળાયો. સોળે શણગાર સજેલા તે લક્ષ્મીજી ફરી સ્વપ્નમાં દેખાયા. વિદ્યાપતિ કહે છે, ‘‘પધારો... આપને હું પ્રેમે વિદાય આપું છું. આપ ખુશીથી હવે પધારો...’ ‘અરે ! ભાગ્યશાળી ! તે તો કમાલ કરી દીધી. લગાતાર નવ દિવસ સુધી દાન દઈને તેં એવું અઢળક અને તીવ્ર પુણ્ય બાંધ્યું છે કે હવે હું અહીં જ બંધાઈ ગઈ છું. જવા માંગું તો પણ જઈ શકું તેમ નથી. હું હવે તારું ઘર છોડીને ક્યાં ય જઈશ નહિ. તું તારી ઈચ્છા પ્રમાણે હવે ભોગસુખો ભોગવ.” એમ કહીને લક્ષ્મીજી અદશ્ય થઈ ગયા. સ્વપ્ન પૂરું થયું. વિદ્યાપતિએ જાગીને જોયું તો હવેલી ધન – ધાન્ય – સંપત્તિથી ભરેલી હતી. તેણે ૧૧ ર વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118