Book Title: Vrat Harie Guru Sakh Part 02 Author(s): Meghdarshanvijay Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak DalPage 82
________________ થતાં, વિમલાશ્રાવિકાએ તે દેવના આત્માને સુંદર પુત્ર રુપે જન્મ આપ્યો : હે રાજન ! પૂર્વ ભવોની પુષ્કળ આરાધનાઓના પ્રભાવે તે મહાપુણ્યશાળી બન્યો છે. તેના પ્રચંડ પુણ્યોદયે તેના જન્મ ગ્રહો ખૂબ જ શ્રેષ્ઠ અને બળવાન બની જવાથી બાર વર્ષનો જે દુકાળ પડવાનો હતો તે દૂર થઈ ગયો! પુણ્યશાળીનું ઉગ્ર પુણ્ય ઉગ્ર પાપનો અને તેનાથી પેદા થનારા ભયાનક દુઃખોનો નાશ કરે છે. એક મહાપુણ્યશાળી વ્યક્તિનો જન્મ આખા દેશની આપત્તિને દૂર કરી શકે છે. તે પુણ્યશાળી બાળકના જન્મના પ્રભાવે તારા દેશ ઉપર આવનારું બાર વર્ષે દુકાળનું ! સંકટ દૂર થઈ ગયું છે. તેથી તે નૈમિત્તિકની વાત ખોટી પડી છે.” કેવળજ્ઞાની મુનિવરના મુખથી પોતાના સંશયનું સુંદર સમાધાન તથા મહાપુણ્યશાળી આત્માનો પોતાના ઉપનગરમાં જન્મ થયેલો જાણીને સત્યરાજાને અત્યંત આનંદ થયો. આવા પુણ્યશાળી આત્માના દર્શન કરવા તે ઉત્સુક બન્યો. કેવળજ્ઞાની મુનિવરને વારંવાર વંદના કરીને પરિવાર સાથે રથમાં બેસીને તે ચિત્રશાળા તરફ ગયો. ચિત્રશાળામાં શુદ્ધબુદ્ધિશેઠની હવેલીએ સત્યરાજા પહોંચ્યા, ત્યારે રાજાના આગમનના સમાચાર જાણીને શેઠ આશ્ચર્ય પામ્યા. તેમણે પોતાના ત્યાં પધારેલા રાજા - રાણીનું ભાવભીનું સ્વાગત કર્યું; પછી નમ્રતાથી આગમનનું પ્રયોજન પૂછતાં શેઠે રાજાને કહ્યું, “હે નરેન્દ્ર ! આપના પરમ પાવન પગલા મારા જેવા તુચ્છ શ્રાવકની ઝુંપડીમાં થતાં હું ધન્ય બની ગયો. મારા લાયક જે કાંઈ કાર્યસેવા હોય તે આપ કૃપા કરીને ખુશીથી ફરમાવો.” - “હે પુણ્યશાળી મહાનુભાવ ! મારે તમારા નવા જન્મેલા શીશુના દર્શન કરવા છે.” તરત જવિમલાદેવી પોતાના નાના બાળકને લઈને આવ્યા, તેમણે મહારાણીના ખોળામાં પોતાના તે પુત્રને મૂક્યો. રાણીના ખોળામાંથી પુત્રને બે હાથમાં લઈને રાજાએ તેને ચૂમ્યો. તેને વહાલ કર્યું. પછી પોતાની આંખો તેની આંખોમાં મિલાવીને રાજાએ તે પુત્રને કહ્યું, “હે પુણ્યશાળી! તું તો મારા સમગ્ર દેશને બારવર્ષ દુકાળમાંથી મુક્ત કર્યો છે. તારા જન્મથી ડરીને દુકાળ પણ ભાગી ગયો. તને મારા લાખ લાખ નમસ્કાર છે. મારા રાજયનો તું જ રાજા છે. હું તો તારા ચરણો ચૂમતો સૈનિકમાત્ર છું. તારા વતી આ રાજ્ય ચલાઉં છું. તે શરીરને ધારણ કરીને આવેલો સાક્ષાત ધર્મ છે; માટે આજે તારું નામ “ધર્મકુમાર' પાડું છું. બધા તને ધર્મકુમાર કહીને આજથી બોલાવશે.” ૭૯ મો વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ-૨Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118