Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

Previous | Next

Page 88
________________ વિચારણા પણ આર્તધ્યાન છે. ટૂંકમાં નહિ ઈચ્છાયેલી ચીજ પાસે આવે ત્યારે અરુચિ, અણગમો અને તે ચીજ જયાં સુધી દૂર ન થાય ત્યાં સુધી જે વિહ્વળતા રહે તે બધું અનિષ્ટ વિયોગેચ્છા આર્તધ્યાન છે. . (૨) ઈષ્ટ અવિયોગેચ્છાઃ પોતાને જે વસ્તુ ઈષ્ટ હોય, અનુકૂળ હોય, ગમતી હોય તે વસ્તુનો ગમે તે કારણસર વિયોગ થાય ત્યારે જે હાય - વોય, રડારોળ કરાય, દુઃખી બનાય તે આર્તધ્યાન છે. એ વસ્તુ ક્યારે મળશે? કેમ મારી પાસેથી ચાલી ગઈ? તે મેળવવા હવે હું શું શું કરું? વગેરે ધમપછાડા આર્તધ્યાનને જણાવે છે. વળી પોતાને ગમતી જે વસ્તુઓ મળી છે તેનો કદીપણ વિયોગ ન થાય, તે વસ્તુ પોતાની પાસેથી ચાલી ન જાય તેની ઈચ્છા તથા તે માટેના સક્રિય પ્રયત્નો વગેરે પણ ઈષ્ટ- અવિયોગ નામનું આ આર્તધ્યાન છે. જે પોતાનું હોય તે બીજા આંચકી શકતા નથી અને પોતાની જે વસ્તુઓ બીજા વડે આંચકાઈ જતી જણાય છે, તે હકીક્તમાં પોતાની હોય જ નહિ. જો તે વસ્તુઓને આપણે પોતાની માનતા હોઈએ તો તે ભ્રમણા સિવાય કાંઈ નથી. આ વિચારણાને જો આપણે હૃદયમાં કોતરી દઈશું તો આર્તધ્યાન થવાનો અવસર પ્રાયઃ નહિ આવે. બીજા પ્રત્યે દુર્ભાવ પણ નહિ થાય. કોઈ પણ વ્યક્તિ આપણી પાસેથી કદાચ કાંઈક ઝુંટવી લેતી જણાય તો પણ આપણા નસીબમાંથી ઝુંટવવાની તો કોઈની ય તાકાત નથી, તે વાત કદી ભૂલવી નહિ. તેથી ગમે તે વસ્તુઓનો વિયોગ થાય તો પણ મનનું સમાધાન કરી લેવું પણ દુઃખી કે દીન ન બનવું. રડારોળ કે હાયવોય ન કરવી. સદા પ્રસન્ન રહેવું. (૩) ચિંતાઃ રોગ, આતંક, કષ્ટ - વેદના વગેરે પ્રાપ્ત થયા પછી એવો વિચાર આવે કે આ ક્યારે મટશે? સતત તે રોગ વગેરેના નાશની વિચારણાઓ કર્યા કરવી તે 'ચિંતા નામનું આર્તધ્યાન છે. (૪) પૂર્વે ભોગવેલા ભોગોનું સ્મરણ કર્યા કરવું તે આર્તધ્યાન છે. અથવા ઈન્દ્ર, ચક્રવર્તી - વાસુદેવ વગેરેની ઋદ્ધિ, સમૃદ્ધિ -રુપ વગેરે જોઈને ભવાંતરમાં તે બધું મળે તેવી ઈચ્છાઓ કરવી કે તેવા નિયાણાં કરવા તે પણ આર્તધ્યાન છે. આર્તધ્યાન કરવાથી તિર્યંચગતિ પ્રાપ્ત થાય છે. તેથી આર્તધ્યાન ન કરવું જોઈએ. પૂર્વે સંયતિ નામના સાધ્વીજી આર્તધ્યાન કરવાના કારણે બીજા ભવમાં ગરોળી તરીકે જન્મ્યા. તે જ રીતે નંદમણિયાર શેઠ પાણી પીવાથી લેગ્યામાં આર્તધ્યાન કરીને તળાવમાં દેડકો બન્યા હતા. સુંદર શેઠ આર્તધ્યાનના કારણે મરીને ચંદન ઘો થયા હતા. સુકોસલમુનિની માતા આર્તધ્યાનથી મરીને વાઘણ બની હતી. આવા કડવા ફળ કાળા ૮૫ આ વ્રત ધરીયે ગુરુ સાખ-ભાગ-૨

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118