Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

Previous | Next

Page 92
________________ પાછા જવા દે છે. તેની જગ્યાએ જો હું હોઉં ને તો એમાંથી કોઈને ન છોડું. બધાને હું ખાઈ જ જાઉં. વગેરે...” સતત આવો વિચાર કરવા રૂપ રૌદ્રધ્યાનમાં તે લીન રહે છે. પરિણામે તેના તે અંતર્મુહૂર્ત કાળ રુપ આયુષ્યમાં તે સાતમી નરકમાં જવું પડે તેવા કર્મો બાંધે છે. જ્યાં ભયંકર સીતમો ગુજરાય છે, ભયાનક પીડા છે, ટોચકક્ષાનું દુઃખ છે, તેવી સાતમી નરકમાં તેને જવું પડે છે. રૌદ્રધ્યાન અંગે શાસ્ત્રોમાં કુરુડ અને ઉત્કડ મુનિઓની વાત આવે છે. ક્રોધાવેશમાં આવી જઈને તેમણે રૌદ્રધ્યાન કર્યું તો જે સાધુજીવન તેમને મોક્ષ અપાવવા સમર્થ હતું તે સાધુજીવન તેમને મોક્ષ આપી શક્યું નહિ. રૌદ્રધ્યાને તેમને સાતમી નરકમાં મોક્લી દીધા! કુણાલા નગરીના દરવાજે કુરુડ અને ઉત્કડ નામના બે મુનિવરો કાયોત્સર્ગમાં રહ્યા હતા. તેઓ મહાતપસ્વી હતા. તપના પ્રભાવે તેમનું સામર્થ્ય ઘણું વધી ગયું હતું. તેમનો પ્રભાવ સર્વત્ર વિસ્તરતો હતો. નગરના તે દરવાજાની પાસે એક નાળું પણ હતું. નગરમાં ધોધમાર વરસાદ વરસે તો બધું પાણી વહેતું વહેતું આ નાળામાં આવે. નાળું ઉભરાવા લાગે. તેની અસર તેની પાસે ઊભા રહેલાં આ મુનિઓ ઉપર પણ થાય. કદાચ તેઓ તેમાં તણાઈ પણ જાય. મુનિઓ તણાઈન જાય તે માટે મુનિઓના તપના પ્રભાવે તે નગરમાં વરસાદ વરસતો જ નહિ. ગામની બહાર તથા ખેતરોમાં જરૂર પ્રમાણે વરસાદ વરસી જતો. નગરજનો વિચારતા હતા કે, “આવું કેમ બને છે? વરસાદ નગર બહાર ખેતરોમાં વરસે છે પણ નગરમાં કેમ વરસતો નથી? નક્કી આ બધો પ્રભાવ આ મુનિઓનો લાગે છે. તેમના તપના પ્રભાવે જ વરસાદ તેમનાથી દૂર વરસતો જણાય છે.” નગરજનો ભેગા થયા. મુનિઓ પાસે જઈને ઉપદ્રવો કરવા લાગ્યા. મુનિઓને ગમે તેવા કડવા શબ્દો સંભળાવવા લાગ્યા. કહેવા લાગ્યા કે, “તમારા બંનેના મહિમાથી જ વરસાદ નગરમાં પડતો નથી. વરસાદ વિના તો બધું મેલું છે. વરસાદ આવે તો આખું નગર ધોવાઈ જાય. પાણીના ટાંકા ભરાય. પાણી વિના તો ઘણી તક્લીફો પેદા થાય. તેથી તમે અહીંથી બીજે ચાલ્યા જાઓ. નાહકના અમને હેરાન ન કરો વગેરે...” જાત જાતની વાતો વડે મુનિઓને તેઓ સતત ત્રાસ આપવા લાગ્યા. તેમના ગિરા ગામ ન ી ી ી ી ી છે ૮૯ આ વ્રત ધારીયે ગુરુ સાખ-ભાગ-૨

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118