________________
ન હોય ત્યારે ચાર પ્રહરના એકલા દિવસનો કે એકલી રાતનો પણ પૌષધ કરવો જોઈએ. જરુરી જયણા રાખીને આ વ્રત દરેક જણે અવશ્ય સ્વીકારવું જોઈએ. પ્રતિજ્ઞા : દર વર્ષે હું અહોરાત્રના _ | માત્ર દિવસના કે રાતના
પિૌષધ કરીશ. આજીવન/ વર્ષ સુધી. આ વ્રત લીધા પછી, તેના પાંચ અતિચાર ન લાગે તેની કાળજી લેવી જોઈએ.
(૧) ઉત્સર્ગઃ ત્યાગ કરવો. લઘુ શંકા કે ગુરુ શંકા ટાળવા માટેની ભૂમિ બરોબર જોવી જોઈએ, તેમાં કીડી વગેરેના નગરા કે લીલ ન હોવી જોઈએ. ઘાસ - વનસ્પતિ - કે ત્રસ જીવોથી રહિત જોઈએ. તે ભૂમિને બરોબર તપાસે નહિ તો આ પહેલો અતિચાર લાગે.
(૨) આદાન = લેવું પૌષધમાં કોઈ પણ વસ્તુ લેવી કે મૂકવી હોય ત્યારે તેને બરોબર જોઈને પ્રમાર્જવી જોઈએ. તેમ ન કરાય તો આ બીજો અતિચાર લાગે.
(૩) સંથારોઃ સૂવા માટેની જગ્યા બરોબર જોવી જોઈએ. સંથારાનું બરોબર પડિલેહણ કરવું જોઈએ. તેને પાથરતાં પૂરી જયણા પાળવી જોઈએ. તેમાં કરાતી બેદરકારી તે ત્રીજો અતિચાર.
(૪) અનાદર ઃ ઉલ્લાસપૂર્વક પૌષધ ન લેવો. લીધા પછી આળસ કે પ્રમાદ કરવો. બહુમાન ન જાળવવું તે ચોથો અતિચાર.
(૫) પ્રમાદઃ ક્રિયાના સમયને યાદ ન રાખવો. અવિધિસર વર્તવું. વ્રત સંબંધી ક્રિયા સમયસર ન કરવી. પારણાનો વિચાર કરવો. પૌષધ મોડો લેવો. વહેલો પારવો વગેરે પાંચમા અતિચાર રુપ છે.
આ પાંચમાંથી કોઈ પણ અતિચાર ન લાગે તેની કાળજી રાખીને પર્વતિથિએ પૌષધ કરવા ઉદ્યમ કરવો જોઈએ. પૌષધનો હેતુ સર્વ પાપ - આશ્રયોને અટકાવવાનો છે. વિશુદ્ધ ભાવ અને વિધિથી કરવાથી તેનું પુષ્કળ ફળ મળે છે.
એક પૌષધ (અહોરાત્રનો) કરવાથી ૩૦ સામાયિકનો લાભ મળે છે. ૨૭૭૭,૭૭,૭૭,૭૭૭ ૧૯ પલ્યોપમ દેવગતિનું આયુષ્ય બંધાઈ શકે છે. મહાશતકશ્રાવક વગેરેની જેમ ઉછળતા ઉલ્લાસે, ઉપસર્ગોને સહન કરવાપૂર્વક પૌષધવ્રતનું આરાધન અવશ્ય કરવું જોઈએ.
(૧૨) અતિથિ સંવિભાગ 9ત
જે મહાત્માએ તિથિ - પર્વ-ઉત્સવ વગેરે સર્વનો ત્યાગ કરેલો હોય તે અતિથિ (તિથિ વિનાના) કહેવાય. બાકીનાને મહેમાન કહેવાય.
સમ ” એટલે આધાકર્મ વગેરે ૪ર દોષથી રહિત વિ' = વિશિષ્ટ, ‘ભાગ હાડકા
૧૧૨ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ -