Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

Previous | Next

Page 117
________________ (૧) સચિત્ત નિક્ષિપ્ત સચિત્ત એટલે જીવવાળા પૃથ્વી -પાણી - અગ્નિ-વાયુ - વનસ્પતિ વગેરે. તેવી સચિત્ત વસ્તુઓની ઉપર દાન દેવાની વાનગીઓ ઉતાવળથી ભૂલમાં કે દાન ન દેવાની બુદ્ધિથી મૂકી દેવી તે સચિત્ત નિક્ષિપ્ત અતિચાર. આવી . વાનગીઓ ગુરુ ભગવંતો વહોરે નહિ. (૨) સચિત્ત પિહિતઃ દાન ન દેવાની બુદ્ધિથી ભોજનના પદાર્થોને બટાકા - સુરણ - ફળ - પાંદડા - શાકભાજી વગેરેથી ઢાંકી દેવામાં આવે ત્યારે આ “સચિત્ત પિહિત અતિચાર લાગે. (૩) કાલલંઘન : સામાન્યથી ૧૧ થી ૧૨નો સમય ગોચરીનો ગણાય. તે સમયે ગુરુભગવંતને ગોચરી વહોરવા બોલાવવા જવાના બદલે તે સમય પસાર થઈ ગયા પછી મોડા જવું કે જવું જ નહિ. ગુરુજીને બોલાવ્યા કે વહોરાવ્યા વિના જ જમવા બેસી જવું તે. (૪) મત્સરઃ મત્સર એટલે રોષ, ગુસ્સો, ઈર્ષ્યા વગેરે. ગુસ્સો કરીને, દાન લેનારનું અપમાન કરીને કે ઈર્ષ્યા વગેરેથી દાન કરાય ત્યારે આ અતિચાર લાગે. (૫) અન્યાપદેશઃ વસ્તુઓ પોતાની હોવા છતાં વહોરાવવી ન હોવાથી “આ વસ્તુઓ બીજાની છે, હું કેવી રીતે આપી શકું?” વગેરે ખોટી રજૂઆત કરાય ત્યારે આ પાંચમો અતિચાર લાગે. દાન દેતી વખતે અજાણતાં આ પાંચમાંથી એકાદનો વ્યવહાર થઈ જાય તો અતિચાર લાગે. પણ જાણી જોઈને તેમ કરવામાં આવે તો આ વ્રતનો ભંગ થાય છે. તેથી વ્રતભંગ ન થાય કે અતિચાર ન લાગે તેની કાળજી રાખવી જોઈએ. શ્રાવકના આ બાર વ્રતોને બરોબર સમજીને, જીવનમાં વણી લેવા જોઈએ. સાધુ જીવનની નેટ પ્રેક્ટીશ સમાન આ વ્રતોને આરાધીને સંયમજીવન સ્વીકારવાનું સત્ત્વ કેળવવું. ભાવો ઉલ્લસિત કરવા. ગુરુભગવંતોનો પરિચય કરવો. અનુકૂળતા થતાં જ છલાંગ મારીને સંયમજીવન સ્વીકારવું. નિરતિચારપણે સંયમ પાળીને મોક્ષ પામીને શાશ્વત સુખના સ્વામી બનવું. આપણે સૌ જલ્દીથી મોશે પહોંચીએ એ જ ભાવના. સમગ્ર પુરતકમાં ક્યાંય પણ શાસ્ત્રવિરુદ્ધ લખાયું હોય તો અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. : : . ...જ ળ ,.. છે કે આ તો ૧૧૪, વ્રત ધરીયે ગુરુ સાખ-ભાગ-૨

Loading...

Page Navigation
1 ... 115 116 117 118