Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

Previous | Next

Page 116
________________ એટલે ફરીથી રાંધવું ન પડે વગેરે દોષોથી દૂર રહીને અનાજનો ભાગ. આમ, આધાકર્માદિ ૪૨ દોષ વિનાનો - પોતાના ભોજનમાંથી જે ભાગ સાધુ - સાધ્વીજી ભગવંતો રુપ અતિથિને આપવામાં આવે તે અતિથિસંવિભાગ કહેવાય. હાલ, આ વ્રત પાળવા માટે ચોવિહાર ઉપવાસ સહિત આઠ પ્રહરનો પૌષધ કરવાનો હોય છે. બીજા દિને સાધુ / સાધ્વીજી ભગવંતને નિર્દોષ ગોચરી વહોરાવીને પછી તે જ દ્રવ્યોથી ઠામચોવિહાર એકાસણું કરવાનું હોય છે. શ્રાવક માટે આચાર છે કે જે વાનગી ગુરુભગવંતે વહોરી ન હોય તે વાનગી પોતે ભોજનમાં ન વાપરવી. ક્યારેક ગુરુભગવંતનો યોગ ન જ મળે તો ઉત્તમગુણયુક્ત સાધર્મિકની ભક્તિ કરીને પછી એકાસણું કરાય છે. વર્ષમાં આવા અતિથિસંવિભાગ જેટલી વાર કરવાની ભાવના હોય, તે સંખ્યા આ વ્રતમાં નક્કી કરવાની છે. ભોજનનો સમય થાય ત્યારે શ્રાવકે ઉપાશ્રયે જઈને ગુરુ ભગવંતને ભક્તિપૂર્વક ગોચરી માટે વિનંતિ કરવી જોઈએ. આદ૨પૂર્વક પોતાના ઘરે લાવવા જોઈએ. સ્પર્ધા, મહત્તા, ઈર્ષ્યા, ક્રોધ, સ્નેહ, લજ્જા, ભય, દાક્ષિણ્ય, પ્રત્યપકારની ઈચ્છા, માયા, વિલંબ, અનાદર વગેરે દોષોથી રહિત થઈને વિનયપૂર્વક દાન કરવું જોઈએ. તે વખતે પોતાના આત્માને તારવાના જ વિચારો કરવા જોઈએ. પોતે દાન કરવા સાથે સ્વજનો દ્વારા પણ કરાવવું જોઈએ. ગુરુભગવંત સહજ રીતે પોતાના ઘરે આવે તો વિનયપૂર્વક તેમનું સ્વાગત કરવું જોઈએ. દૂરથી આવતાં જોઈને સામે લેવા જવું. દોષ રહિત દાન દેવું. પછી વંદના કરવી. તેમને વળાવવા જવું વગેરે ઉચિત વ્યવહાર કરવો કદી ન ચૂકવો. દાન કરતી વખતે દાતાને હર્ષના અથ્રૂ આવે, રોમાંચ ખડા થાય, તે બહુમાનથી આપે, પ્રેમથી બોલે અને પાત્રની અનુમોદના કરે; આ પાંચ દાનના આભૂષણો છે. પોતાના આત્માને તારવાની બુદ્ધિ અને ભાવથી દાન દઈને જમવામાં આવે તો તે ભોજન દેવભો બને છે. ગુરુભગવંતને ભોજનની જેમ વસ્ત્ર, પાત્ર, નિવાસ વગેરેનું પણ દાન કરવું ‘હોઈએ. પોતાની શક્તિ અને અનુકૂળતા વિચારીને, જરુરી જયણા - દંડ વગેરે રાખીને આ વ્રત દરેક જણે અવશ્ય લેવું જોઈએ. પ્રતિજ્ઞા : દર વર્ષે. અતિથિ સંવિભાગ કરીશ. આજીવન / વર્ષ સુધી. આ વ્રત લીધા પછી, નીચેના પાંચ અતિચારો ન લાગે તેની કાળજી લેવી જરુરી છે. ૧૧૩ માર વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118