Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

Previous | Next

Page 113
________________ છેવટે એક વાર પણ - એકાસણા સહિત બે પ્રતિક્રમણ વચ્ચે આઠ સામાયિક કરવા પૂર્વક આરંભ - સમારંભનો ત્યાગ કરવાનું દેસાવગાસિક વ્રત કરવાનું નક્કી કરી દેવું જોઈએ. માંદગી, ઘડપણની અશક્તિ વગેરે કારણે જયણા રાખી શકાય. કારણવશાત તે વર્ષે ન થઈ શકે તો બીજા વર્ષે વાળી આપીશ, તેવું પણ ધારી શકાય. ન જ થાય તો તેનો દંડ પણ વિચારી શકાય. યથાયોગ્ય છૂટછાટ રાખીને પણ આ વ્રત લેવાનું ચૂકવું નહિ. પ્રતિજ્ઞા : દર વર્ષે વાર દેસાવગાસિક કરીશ. આજીવન | - વર્ષ સુધી. દસમું દેસાવગાસિક વ્રતના પાંચ અતિચારો જાણી લઈને સેવાઈ ન જાય તેની કાળજી લેવી જરુરી છે. (૧) પ્રેષ્યપ્રયોગઃ નક્કી કરેલા ક્ષેત્રની બહાર પોતે જાય તો વ્રત ભંગ થાય, તેથી વ્રતભંગ ન થવા દેવા પોતાના કોઈ કામ માટે કોઈ નોકર - મિત્ર - સ્વજન આદિને મોકલવામાં આવે તો આ પ્રેગ્યપ્રયોગ અતિચાર લાગે. (૨) આનયન પ્રયોગઃ નિયત ક્ષેત્રની બહારથી પોતાના માટે કોઈ વસ્તુ બીજા દ્વારા મંગાવવામાં આનયન) આવે ત્યારે આનયન પ્રયોગ અતિચાર લાગે. ' (૩) પુદ્ગલ પ્રક્ષેપ અતિચાર ધારેલા ક્ષેત્રની બહાર કપડું, કાગળ, કાંકરો વગેરે કોઈ વસ્તુ પુદ્ગલ) ફેંકીને (પ્રક્ષેપ કરીને) પોતાનું કાર્ય જણાવવું તે. (૪) શબ્દાનુપાત : ખાંસી, છીંક કે ખોંખારો ખાઈને નિયતક્ષેત્રની બહાર રહેલાને પોતાની હાજરીની જાણ કરવી તે. (૫) રુપાનુપાત નિયતક્ષેત્રની બહાર રહેલાને નિસરણી – અટારી - છાપરે - કે અગાસી ઉપર ચઢીને રુપ બતાડીને પોતાની જાણ કરવી તે. આ વ્રત નિયમ કરેલી ભૂમિની બહાર ગમનાગમન વડે જીવવધાદિ ન થાય તે માટે લેવાય છે. તે જીવવધ પોતે કર્યો કે પોતે બીજા પાસે કરાવ્યો, તેનું વિશેષ મહત્ત્વ નથી. ઉલ્ટે પોતે જો નિયતક્ષેત્ર બહાર ગયો હોત તો જયણાપૂર્વક કાર્ય કરત. બીજાઓ તો નિષ્ફર - નિર્દય પણ હોય. તેમાં વિશેષ દોષ લાગે. માટે પ્રખ્યપ્રયોગ - આનયન પ્રયોગ અતિચારો ઈચ્છનીય નથી. વ્રતને જાળવવાની બુદ્ધિ રુપ સાપેક્ષતા હોવાથી અનાભોગે થયેલા અતિચારો છે. જ્યારે છેલ્લા ત્રણ માયાવીપણાના કારણે લાગેલા અતિચારો છે. આમાંથી એક પણ અતિચાર ન લાગે તેની કાળજી રાખવી. છે જ ૧૧૦ વ્રત ધરીયે ગુરુ સાખ-ભાગ - ૨

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118