Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

View full book text
Previous | Next

Page 112
________________ (૩) કાયાનું દુષ્પણિધાનઃ સામાયિકમાં એક સ્થાને જ બેસવાનું હોય. આવ - જા ન કરાય. ઉપયોગપૂર્વક આરાધના કરાય. પણ સામાયિકમાં શરીરના હાથ - પગ વગેરે અવયવો વારંવાર હલાવવા, પ્રમાદર્યા વગર શરીર ખંજવાળવું - ભીંત વગેરેનો ટેકો લેવો, પંજયા – પ્રમાર્યા વિના જમીન ઉપર બેસવું વગેરે કાયાનું દુપ્રણિધાન છે. (૪) અનાદર સામાયિક કરવામાં ઉલ્લાસ ન રાખવો. વેઠ વાળીને સામાયિક કરવું. સમયસર સામાયિક લેવું નહિ. તેમાં આદર ન રાખવો. લઈને તરત પારી દેવું. હૃદયમાં સામાયિક પ્રત્યે બહુમાન ન રાખવું વગેરે. (૫) વિસ્મરણ: સામાયિકનું સ્મરણ ન થાય તે. એટલે કે મેં આજે સામાયિક કર્યું કે નથી કર્યું? આ રીતે પોતાના પ્રબળ પ્રમાદથી સામાયિકની યાદ ન આવે તે. આ પાંચે અતિચારો બરોબર સમજીને, ન લેવાય તેની કાળજી રાખવી. અહીં એ ખ્યાલ રાખવો કે સામાયિકમાં મનમાં અન્ય વિચારો આવે તો સામાયિકનો સર્વથા ભંગ થતો નથી. મિચ્છામિ દુક્કડ આપવાથી તે વિચારોની શુદ્ધિ થઈ જાય છે. તેથી આવા કારણે સામાયિક કરવું ચૂકવું નહિ. સામાયિક રોજ અવશ્ય કરવું, તેમાં શ્રાવક સાધુ સમાન ગણાય છે. માટે સામાયિક વારંવાર કરવું જોઈએ. (૧૦) દેસાવગાસિક વૃતા છઠ્ઠા દિશી પરિમાણ વ્રતમાં દિશાઓનું જે પરિમાણ આજીવન કે અમુક વર્ષો સુધી કર્યું હોય, તે પરિમાણને દિવસ કે રાત્રીના મર્યાદિત સમય માટે ઘટાડવું તે દેસાવગાસિક વ્રત કહેવાય. ઘટાડેલી મર્યાદાવાળા દેશમાં જગ્યામાં) રહીને આરંભ - સમારંભનો ત્યાગ કરવાનો હોય છે. હાલ, સવાર - સાંજ પ્રતિક્રમણ અને તેની વચ્ચે આઠ સામાયિક કરવા સાથે એકાસણું કરીને આ વ્રતનું સેવન કરવામાં આવે છે. આઠ સામાયિક કરવાના કારણે સહજ રીતે આરંભ- સમારંભનો ત્યાગ થઈ જાય છે. આ વ્રતમાં છઠ્ઠા દિલીપરિણામવ્રતનો સંક્ષેપ કરવાની વાત ઉપલક્ષણ રુપે છે. તેનાથી સર્વ વ્રતોનો સંક્ષેપ કરવાની વાત પણ આ વ્રતમાં સમાઈ જાય છે. તેથી પૂર્વે સાતમા વ્રતની વિચારણામાં “સચિત્ત વિગઈ...” ગાથાથી બતાડેલા ૧૪ નિયમો સવાર - સાંજ લેવા દ્વારા સર્વ વ્રતોનો સંક્ષેપ કરીને શ્રાવક દેસાવગાસિકનું પચ્ચખાણ કરે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, “દિશી પરિમાણવ્રતનો નિત્ય સંક્ષેપ કરવો તે દેસાવગાસિક અથવા સર્વ વ્રતનો સંક્ષેપ પ્રતિદિન જે વ્રતમાં થાય છે, તે દેસાવગાસિક વ્રત જાણવું.” પૂજનીય સાધુ - સાધ્વીજી ભગવંતોનો તો કાયમ માટે આરંભ - સમારંભ ત્યાગી દે છે. તેવો ત્યાગ કાયમ માટે ન થઈ શકે તો છેવટે વર્ષમાં દસ - પાંચ - બે - આ ૧૦૯ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118