Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

View full book text
Previous | Next

Page 110
________________ સામાયિકનો કેવો અચિન્ય પ્રભાવ ! - પુણીયાશ્રાવકનું સામાયિક લેવા શ્રેણિક મહારાજાને ભગવાન મહાવીરદેવે મોકલ્યા. શેના માટે? જાણો છો ને? નરકને તોડવા. ૧ સામાયિકની કિંમત કેટલી? નરકને પણ કેન્સલ કરી દેવાની. નરકાદિ દુર્ગતિઓને ખતમ કરનારું સામયિક શું રોજ ન કરવું જોઈએ? શ્રેણિકે ૧ સામાયિકના બદલામાં કરોડો સોનામહોરો ધરી દીધી. અરે! પોતાનું સમગ્ર રાજપાટ તેને સોંપી દેવાતે તૈયાર થઈ ગયો. છતાંય પુણીયાનું ૧ સામાયિક પણ તે ન મેળવી શક્યો. મગધના રાજસિંહાસન કરતાં પણ જે સામાયિકનું મૂલ્ય વધારે છે, તે સામાયિક કરવા કોણ તૈયાર ન થાય ? પાંચ – પચીસ હજાર રુપીયા કમાવાના છોડીને પણ કરોડો રુપીયાથી વધારે મૂલ્યવાન સામાયિક કરવા શા માટે પ્રયત્ન ન કરાય? શું હજુ ય આપણને સામાયિકનું અદ્ભુત મૂલ્ય નથી સમજાયું? પેલા શેઠને ધંધામાં ઉઘરાણી ઘલાઈ ગઈ. દેવાળું કાઢવું પડે તેવી સ્થિતિમાં મૂકાયો. લેણદારોને પૈસા શી રીતે ચૂકવવા?તે તેની મોટી મુંઝવણ હતી. આબરુદાર તે શેઠે આપઘાત કરવાનો નિર્ણય કર્યો. ઘરે પત્નીને કહે છે, “ઝેર ઘોળી આપ, હવે હું દુનિયાને મોં બતાડી શકું તેમ નથી.” પત્ની ધર્મિષ્ઠ હતી. તેણે કહ્યું, “તમારે તો રોજ એક સામાયિક કરવાનો નિયમ છે ને? આજનું સામાયિક કરી લો. પછી તમને ઝેર આપું. મરવાના દિવસે બાધા થોડી તોડાય?” અને શેઠ સામાયિક કરવા બેઠાં. સર્જાયું આશ્ચર્ય! સામાયિકનો પ્રભાવ અચિત્ત્વ છે. થોડી વારમાં કરોડો રુપીયાનું રત્ન મંત્રીશ્વર સામેથી આપી ગયા. સામાયિક પૂર્ણ થતાં, પ્રાપ્ત થયેલાં તે રત્નના જોરે તેણે દેવું ચૂકવી દીધું. હવે મરવાની શી જરુર? સામાયિકે તેને જીવન અને આબરુ, બંનેની ભેટ આપી. આવું સામાયિક કરવાનું કોણ ચૂકે? સામાયિકમાં સીવ્યા વિનાના શુદ્ધ વસ્ત્રો એટલે કે ભાઈઓએ ધોતી - નેશ પહેરવા. બેસવા માટે ગરમ ઉનનું આસન (કટાસણું) જોઈએ. બોલતી વખતે મોઢા પાસે રાખવા એક વેત - ચાર આંગળ લાંબા - પહોળા સુતરાઉ કાપડની બનેલી મુહપત્તિ જોઈએ. પૂંજવા - પ્રમાર્જવા માટે (૨૪ આંગળની દાંડી અને આઠ આંગળની ગરમ ઉનની દસી મળીને ૩૨ આંગળનો) ચરવળો જોઈએ. તેથી નાનો ન ચાલે. ભાઈઓને ગોળ દાંડીવાળો તથા બહેનોને ચોરસ દાંડીવાળો જોઈએ. આખું સામાયિક ઊભા ઊભા કરીએ તો હજુ કટાસણા વિના સામાયિક થઈ શકે પણ ચરવળા વિના તો ન જ થાય. ચરવળા વિના પૂંજાય - પ્રમાર્જાય શી રીતે ? જયણા વિના ધર્મ કેવો? જેમ ઓઘા વિના સંયમજીવન નહિ, તેમ ચરવળા વિના ૧૦૭ વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ - ૨

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118