Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

Previous | Next

Page 111
________________ સામાયિકાદિ નહિ. સ્થાપનાચાર્યજી સન્મુખ સામાયિક લઈને તેમાં જાપ કરાય, સ્વાધ્યાય કરાય, વ્યાખ્યાન સંભળાય, ધાર્મિક પુસ્તકો વંચાય. ૪૮ મિનિટ પછી ફરી બીજું સામાયિક લઈ શકાય, નહિ તો પરાય. ઉપરા - ઉપરી ત્રણ સામાયિક સળંગ કરી શકાય. પછી ચોથું સામાયિક કરવું હોય તો ત્રીજું પાર્યા પછી જ ચોથું લેવાય. આખા દિવસ- રાતમાં ગમે તેટલાં સામાયિક કરી શકાય. આ સામાયિકમાં નીચે જણાવેલા મનના દસ, વચનના દસ, અને કાયાના બાર મળીને; બત્રીસ દોષોમાંથી એક પણ દોષ લાગી ન જાય તેની કાળજી લેવી. મનના દસ દોષોઃ (૧) અવિવેક = અહિતકર વિચારો કરે. (૨) યશ - કીર્તિ ઈચ્છે. (૩) ધનલાભની ઈચ્છા કરે. (૪) ગર્વ કરે. (૫) નિયાણું કરે. (૬) ભય રાખે (૭) ધર્મના ફળમાં શંકા કરે. (૮) રોષ કરે. (૯) અવિનય કરે. (૧૦) અબહુમાન કરે. વચનના દસ દોષોઃ (૧) અપશબ્દો બોલે. (૨) અવિચાર્યું બોલે. (૩) સાવદ્ય કામની આજ્ઞા આપે. (૪) મરજીમાં આવે તેમ બોલે. (૫) સૂત્રો ટૂંકમાં બોલે. (૬) ઝગડા કરે. (૭) વિકથા કરે. (૮) ઠઠ્ઠા - મશ્કરી કરે. (૯) ઉઘાડે મોઢે બોલે. (૧૦) બબડાટ કરે. કાયાના બાર દોષઃ પગ ઉપર પગ ચડાવીને બેસે. (૨) અસ્થિર આસન રાખે. (૩) ડાફડોળીયા મારે. (૪) સંસારના કાર્યો કરે. (૫) ટેકો લઈને બેસે. (૬) હાથ - પગ લાંબા – ટૂંકા કરે. (૭) આળસ મરડે. (૮) ટચાકા ફોડે. (૯) મેલ ઉતારે. (૧૦) વસ્ત્રો સંકેલે. (૧૧) ઉધે. (૧૨) પૂંજ્યા વિના ખણે વગેરે. પ્રતિજ્ઞા દર વર્ષે હું _સામાયિક કરીશ. આજીવન વર્ષ સામાયિક વ્રત લીધા પછી તેમાં અતિચાર ન લાગે તેની કાળજી રાખવી જોઈએ. સામાયિક વ્રતના પાંચ અતિચારો છે. (૧ થી ૩) મન-વચન-કાયાનું દુષ્ટ પ્રણિધાન. (૪) અનાદર (૫) વિસ્મરણ. (૧) મનનું દુષ્પણિધાન : સામાયિકમાં ઘરનું - દુકાનનું કામ વિચારવું. સાંસારિક વિચારો કરવા વગેરે. (૨) વચનનું દુષ્મણિધાનઃ સામાયિકમાં પાપરહિત, નિર્દોષ અને સત્ય વાણી બોલવી જોઈએ. તેના બદલે કઠોર વચનો બોલે. ગાળો આપે, ઝગડો કરે. આક્ષેપ કરે. અથવા માર, રાંધ, જા, આવ, બેસ, ઊભો રહે, દૂધ લે, શાક લઈ આવ, ચાવી કબાટમાં છે, દુકાન ખોલ વગેરે વચનો બોલવા તે વચનનું દુપ્રણિધાન છે. ૧૦૮ વ્રત ધારીયે ગુરુ સાખ ભાગ-૨

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118