________________
(૧૨) સંયમજીવનનો રસાસ્વાદ
ચાર શિક્ષાવ્રતો :
માનવજન્મ પ્રાપ્ત કરીને સંયમજીવન જ સ્વીકારવું જોઈએ; પણ જ્યાં સુધી સંયમજીવન સ્વીકારી ન શકાય ત્યાં સુધી શ્રાવકજીવનમાં સંયમજીવનની તાલિમ લેવી જોઈએ. આત્માને સંયમજીવનથી ભાવિત બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે માટે સંયમજીવનના રસાસ્વાદ રુપ શિક્ષાવ્રતોનું વારંવાર આસેવન કરવું જોઈએ. જે વ્રતો સંયમજીવનનું શિક્ષણ આપે તે શિક્ષાવ્રતો કહેવાય. આ શિક્ષાવ્રતો ચાર છે.
(૧) સામાયિક વ્રત (૨) દેસાવગાસિક વ્રત (૩) પૌષધોપવાસ વ્રત અને (૪) અતિથિ સંવિભાગ વ્રત. આ ચારે વ્રતોનો શ્રાવકના નવથી બાર નંબરના વ્રતો તરીકે સમાવેશ કરાયો છે.
(૯) સામાયિક વ્રત
૪૮ મિનિટ સુધી સાવદ્ય યોગો (પાપકારી પ્રવૃત્તિઓ) નો ત્યાગ કરવો તે સામાયિક કહેવાય.
સમતા એટલે રાગ – દ્વેષ રહિત અવસ્થા. સમભાવ. એક બાજુ રાગ રુપી મોટો સમુદ્ર અને બીજી બાજુ દ્વેષ રુપી દાવાનળ હોય, તે બંનેની વચ્ચેનો (મધ્યનો) જે માર્ગ તે સામ્ય – સમતા કહેવાય. તેવી સમતાને ભજનારા જીવોને સામાયિક હોય છે. સમ – રાગ – દ્વેષ રહિત અવસ્થાવાળા બનીને જ્ઞાન – દર્શન – ચારિત્ર વગેરેનો જે આય = લાભ થાય તે સામાયિક. આવા સામાયિકની = સમભાવની પ્રાપ્તિ સર્વ પ્રકારની પાપી પ્રવૃત્તિઓનો ત્યાગ કર્યા વિના થતી નથી.
=
આપણા ગુરુભગવંતો તો સમગ્ર જીંદગીભરનું સામાયિક લે છે. સામાયિકમાં જ કાયમ માટે રહે છે. તેનો રસાસ્વાદ ચાખવા દરેક જૈને પણ રોજ ૨ – ૫ – ૭ સામાયિક કરવા જોઈએ. છેવટે ઓછામાં ઓછું એક સામાયિક તો અવશ્ય કરવું જોઈએ.
-
શ્રાવક એટલે સાધુપણાનો સાચો ઉમેદવાર. તે તો સંયમજીવન સ્વીકારવા થનગનતો હોય. તેના ભાવો ઉછળતા હોય. પણ પરિસ્થિતિવશ સંયમજીવન ન સ્વીકારી શકવાથી તે રડતો હોય. ‘‘સસનેહી પ્યારા રે, સંયમ કબ હિ મિલે ?’” એનો અંતર્નાદ હોય. આવો શ્રાવક જ્યારે જ્યારે અનુકૂળતા મળે ત્યારે ત્યારે સંયમજીવનની આંશિક અનુભૂતિ કરાવતું સામાયિક કર્યા વિના ન રહે. સામાયિક કર્યા વિના તેન ચેન ન પડે.
૧૦૫ ર વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨