Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

View full book text
Previous | Next

Page 106
________________ પ્રતિજ્ઞા : ખોટા દંડાઈ ન જવાય તે માટે હું નીચેના નિયમો સ્વીકારું છું. ૧. પાપ કર્યા પછી તેની પ્રશંસા નહિ કરું. ૨. ધર્મ કર્યા પછી તેનો પસ્તાવો નહિ કરું. ૩. હિંસક ધંધાઓ કરવાની સલાહ નહિ આપું. ૪. સૂડી | ચણ્ડ / છરી વગેરે શસ્ત્રો બીજાને નહિ આપું. ૫. પાપ કરવાની કોઈને પ્રેરણા નહિ કરું. ૬. દારૂખાનું ફોડીશ નહિ | જોઈશ નહિ. ૭. જુગાર | શિકારનો ત્યાગ. ૮. સીનેમાનો ત્યાગ | વર્ષમાં થી વધારે નહિ. ૯. ટી. વી. નો સંપૂર્ણ ત્યાગ / રાત્રે ૧૦ થી સવારે ૬ ત્યાગ. ૧૦. નાટકનો ત્યાગ / વર્ષમાં _થી વધારે નહિ. ૧૧. સરકસ જાદુના ખેલનો ત્યાગ થી વધારે નહિ. ૧૨. રોજ _ કલાક સત્સંગ કરીશ. ૧૩. રોજ કલાક સારા પુસ્તકનું વાંચન. ૧૪. ક્રિકેટાદિ રમતો રમીશ / જોઈશ નહિ. ૧૫. બીજાની નિંદા નહિ કરું. ૧૬. કોઈની ઈર્ષ્યા નહિ કરું. (આવા બીજા પણ જે નિયમો લઈ શકાય તે ઉપર લખીને લેવા.) વ્રતમાં જણાઃ (૧) રાજા વગેરે પાંચના અત્યંત દબાણ કે જીવન કટોકટીમાં અસમાધિ કે અજાણપણામાં જયણા તથા દાક્ષિણ્યથી સૂડી / ચપ્પ વગેરે આપવા પડે તો. આ આઠમું વ્રત સ્વીકાર્યા પછી જેમ તેનો ભંગ થવા દેવાનો નથી, તેમ તેના અતિચારો પણ ન લાગે તેની કાળજી કરવી જરૂરી છે; તે માટે આઠમા વ્રતના પાંચ અતિચારો સમજવા જરુરી છે. (૧) સંયુક્તાધિકરણ (૨) ઉપભોગાતિરિક્તતા (૩) મૌખર્ય (૪) કૌત્કચ્ય અને (૫) કંદર્પ. (૧) સંયુક્તાધિકરણઃ જે આત્માની ઉપર - મોક્ષે લઈ જવા દ્વારા - ઉપકાર કરે તે ઉપકરણ કહેવાય. ચરવળો – કટાસણું વગેરે ઉપકરણ કહેવાય. જેના વડે આત્મા દુર્ગતિનો અધિકારી થાય તે અધિકરણ કહેવાય. સુડી – ચપ્પ - છરી વગેરે પાપના સાધનોને અધિકરણ કહેવાય. પોતાની જરૂરિયાત પ્રમાણે જે અધિકરણો રાખ્યા હોય તે પણ છૂટા છૂટા કરીને રાખવા જોઈએ તેના બદલે જો તેના અવયવોને પરસ્પર જોડીને રાખીએ તો આ આ ૧૦૩ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ -

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118