________________
કરીએ!” “આ ચાના તો કોઈ ઠેકાણા નથી. કડવી કડવી બની છે!” “આ મોહનથાળ છે કે પથ્થર ! કેટલો કડક છે!” “આને તો રસોઈ બનાવતા જ આવડતું નથી! જુઓ તો ખરા! દાળ ખારી છે તો રોટલી બનેલી છે! શાકના તો કોઈ ઠેકાણા જ નથી!! “પેલા લગ્નમાં આપણે ગયા હતા તે યાદ છે? ભોજન તો ખૂબ જોરદાર હતું પણ ચટણીના કોઈ ઠેકાણા નહોતા!” “તારી બહેને આપણને જમવા મોટા ઉપાડે નોતર્યા તો ખરા પણ ખાવાનું કેવું હતું? આના કરતાં તો સામાન્ય માણસની રસોઈ પણ વધુ સારી હોય છે !' હોટલની વાનગીઓના વખાણ કરવા, અભક્ષ્ય પદાર્થોની પ્રશંસા કરવી વગેરે બધી ભક્તકથા છે. તેનાથી પુષ્કળ પાપકર્મોનો બંધ થાય છે.
આ ચાર પ્રકારની વિકથામાંથી એક પણ વિકથા ન થઈ જાય તેની પળે પળે કાળજી રાખવી જરુરી છે. મહા – પ્રયત્ન પ્રાપ્ત કરેલાં ગુણો અને યશ પણ આ વિકથાઓના કારણે ગુમાવી બેસીએ છીએ. ઊંચી કોટીનો ધાર્મિક વિકાસ પણ વિકથાઓના કારણે ખતમ થઈ જતો હોય છે.
| વિકથા કહે છે કે, તમને ધર્મનગરીમાં પહોંચ્યા પછી પણ મોક્ષનગરીમાં પહોંચતા અટકાવવાની જવાબદારી મારી છે. ધર્મનગરીમાં પહોંચેલાને હું જલ્દીથી સપાટામાં લઉં છું. તેમને અનેકોની નિંદા - ટીકા કરાવીને મારામાં લીન બનાવું છું. કેરીનો રસ છોડનારા, સંસારના વૈભવો છોડનારા, અરે ! સુખમય સંસારને પણ ત્યાગીને સાધુ - સાધ્વી બનનારાઓને પણ નીચે પછાડવાની તાકાત મારામાં છે. હું મોહરાજાનું કાતિલ શસ્ત્ર છું. બધા શસ્ત્રો ફેઈલ જાય ત્યારે મોહરાજા મારો ઉપયોગ કરે છે, અને હું પણ એટલી હોંશિયાર અને કાબેલ છું કે સફળતા પામ્યા વિના રહેતી નથી!
કુંડનપુર નગરીમાં સુભદ્રશેઠની દીકરી રોહિણી બાળવયમાં વિધવા બની. તેની ઉપર નાની વયમાં ભયાનક દુઃખ તુટી પડ્યું. પણ પૂજનીય સાધ્વીજી ભગવંતના સત્સંગમાં આવવાથી તેણે પોતાના જીવનને ધર્મના રંગે રંગી દીધું. બે વખત પ્રતિક્રમણ, ત્રિકાળ જિનપૂજા સાથે સતત સ્વાધ્યાય, તે તેનો જીવનમંત્ર બની ગયો. એ એટલું બધું ભણી કે એક લાખ ગાથાથી વધુ ગાથાનો તે સ્વાધ્યાય (પુનરાવર્તન) કરતી હતી! અનેક ગુણોથી તેનું જીવન મઘમઘાયમાન હતું. મહાબ્રહ્મચારિણી તે સ્ત્રી હતી.
પણ એકવાર અંતરંગ જીવનમાં, ચિત્તરુપી નગરમાં મોહરાજાએ જાણે કે સભા ભરી હતી. ત્યાં કુબોધ નામના એક વાચાળ દૂતે કહ્યું, “હે રાજન ! આપને સમાચાર આપવા આવ્યો છું કે આ બાહ્યનગરમાં રહેલી રોહિણી નામની સ્ત્રી આપના રાજ્યમાં બળવો પોકારી રહી છે. તે જ્યાં ને ત્યાં તમારી સતત નિંદા કરે છે.
કાળા ૯૮ વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ-૨