________________
સ્ત્રીકથા કહેવાય. સ્ત્રીના જાતજાતના ફેશનેબલ વસ્ત્રોની વિચારણા કરાય, નાના -મોટા કપડાની વાત કરાય, ગુજરાતી સાડી કરતાં બંગાળી સાડીમાં તે વધારે સુંદર અને મોહક લાગે છે, સાડી કરતાં ઝેશમાં તે વધુ આકર્ષક લાગે છે, વગેરે વાતો કરવી તે વેશ આશ્રયીને સ્ત્રીકથા છે.
તે જ રીતે પરિવારને નજરમાં રાખીને સ્ત્રીની નિંદા કે પ્રશંસા કરવી જેમ કે ફલાણા બહેન તો ખૂબ ચતુર છે. બોલવામાં પણ હોંશિયાર છે. તેનાથી જ તેના ઘરની શોભા છે. તેનો પતિ તો બબૂચક જેવો છે. જો આ સ્ત્રી ન હોત તો તેના ઘરની કોઈ કિંમત જ ન રહેત વગેરે... પેલી સ્ત્રીના કારણે તેનું આખું કુટુંબ નિંદાય છે. નથી કોઈ મહેમાનોની કાળજી લેતી કે નથી તેને પોતાના બાળકોનો ઉછેર કરતા આવડતું. ઘર પણ કેટલું ગંદુ હોય છે. સાવ ગામડીયણ છે વગેરે...
આડોશ – પાડોશની સ્ત્રીઓ કે સગા - સ્નેહીજનોની સ્ત્રીઓ કે અન્ય કોઈ સ્ત્રીઓના સંબંધમાં ગમે તે વાતો કરવાનું હકીકતમાં તો કોઈ પ્રયોજન નથી. કોઈના વિષે જે તે અભિપ્રાય આપવાની જવાબદારી આપણને કોઈએ સોંપી નથી, તેના વિષે જેમ તેમ બોલીને બિનધિકારચેષ્ટા કરીને આપણે પુષ્કળ ચિકણા કર્મો બાંધી બેસીએ છીએ. - જ્યારે કોઈ પણ સ્ત્રી અંગે આવી વાતો કરીએ ત્યારે આપણને મનમાં ગમા - અણગમા થતાં હોય છે. આપણી વાત સાંભળીને સામેની વ્યક્તિ જો તેનો પ્રતિકાર કરે તો તેની સાથે સંઘર્ષ થાય છે. રાગ-દ્વેષ પણ થાય છે. ફાયદો તો કાંઈ જ થતો નથી પણ આલોક - પરલોક સંબંધિત પુષ્કળ નુકસાન થાય છે. માટે જ્ઞાનીઓએ આવી નિરર્થક સ્ત્રીકથા કરવાની ના પાડી છે.
દશકથાઃ જુદા જુદા દેશો, તેની ધરતી, તેના હરવા - ફરવાના સ્થાનો, ત્યાં વસનારા માનવો, તેની ખાસિયતો વગેરેની વાતો કરવી તે દશકથા. જેમ કે કાશ્મીર દેશ તો અદ્ભુત છે- તેના સૌંદર્ય સામે તો પેરીસ પણ ઝાંખું પડે! ગુજરાતીઓ તો સાવ શાંત અને કાયર હોય છે, શૂરવીરતા તો તેમનામાં જોવા જ ન મળે. મુંબઈમાં તો જોરદાર મોજમજા છે; દેશમાં રહીને શું કરવાનું? ભારત તો ગરીબોનો અને ગંદકીનો દેશ છે. અમેરીકામાં કેટલી બધી સ્વચ્છતા છે... વગેરે વગેરે વાતો કરવી તે દશકથા કહેવાય. તેમાં પણ રાગ - દ્વેષ થાય છે.
ભક્તકથાઃ ભક્ત = ભોજન, ભોજન સંબંધિત વાતો કરવી તે ભક્તકથા. “શું ટેસ્ટી ભેળપૂરી બન્યા છે ! જો કોઈ દેવ આવીને આ ભેળપૂરી ખાય તો દેવલોકની વાનગીને પણ ભૂલી જાય !” “શું મીઠી કઢી બની છે? બસ પીધા જ કરીએ, પીધા જ
જાણ ૯૭ વ્રત ધરીયે ગુરુ સાખ- ભાગ - ૨