Book Title: Vrat Harie Guru Sakh Part 02 Author(s): Meghdarshanvijay Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak DalPage 87
________________ ટૂંકમાં પોતાના સાંસારિક જીવનની તમામ જવાબદારી અદા કરવા માટે જે જરુરી હોય, તે છોડીને બાકીનું વિચારવું, બોલવું કે કરવું તે અનર્થદંડ છે. આવા અનર્થ દંડથી યથાશક્ય અટકવાનો પ્રયત્ન કરવો જોઈએ. અનર્થદંડના મુખ્યત્વે ચાર પ્રકાર છે. (૧) દુર્થાન (૨) પાપ - કાર્યનો ઉપદેશ (૩) હિંસાના સાધનભૂત ઉપકરણોનું પ્રદાન અને (૪) પ્રમાદાચારણ. આ ચાર રીતે આત્મા વગર પ્રયોજને કર્મોથી દંડાય છે, માટે આ ચારેય અનર્થદંડ ગણાય છે. એ (1) દુર્ગાન : ધ્યાન એટલે અંતર્મુહૂર્ત સુધીની (૪૮ મિનિટથી ઓછી) મર્યાદાવાળી મનની સ્થિરતા કે એકાગ્રતા. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે મન - વચન - કાયાના તમામ યોગોનો વિરોધ કરવા ૫ ધ્યાન તો માત્ર કેવલીને જ હોય. છદ્મસ્થોને તો અંતર્મુહૂર્ત સુધીની ચિત્તની એકાગ્રતા રુપ ધ્યાન જ હોય. અંતર્મુહૂર્ત સુધી મનની એકાગ્રતા જ્યારે અશુભ વિષયની હોય ત્યારે તે અપધ્યાન કે દુર્બાન કહેવાય. જ્યારે તે એકાગ્રતાનો વિષય શુભ હોય ત્યારે તે ધર્મધ્યાન કેશુક્લધ્યાન બને છે. અપધ્યાન કે દુર્બાન અનર્થદંડ રુપ છે. તેનું ધ્યાન ધરવાનું કોઈ પ્રયોજન નથી, તેવું ધ્યાન ધરવાથી કોઈ લાભ તો થતો નથી બલ્ક આત્માને તેનાથી પારાવાર નુકસાન થાય છે. આ અપધ્યાન કે દુર્બાનના બે પ્રકાર છે. (અ) આર્તધ્યાન અને (૨) રૌદ્રધ્યાન. આર્તધ્યાનઃ દુઃખી થવાના કારણે થતું ધ્યાન તે આર્તધ્યાન. આ આર્તધ્યાન આત્માને થતું હોવાથી અલક્ષ્ય છે, છતાં બહારના લક્ષણો ઉપરથી ‘આર્તધ્યાન થઈ રહ્યું છે તેવું અનુમાન કરી શકાય છે. આર્તધ્યાનને જણાવનારા સામાન્ય રીતે ચાર લક્ષણો છે. (૧) આક્રંદ = કાળો કકળાટ કરવો, મોટેથી રડવું વગેરે. (૨) શોચન = શોક કરવો. આંસુ પાડવા, વિલખા થવું, સૂનમુન રહેવું વગેરે (૩) પરિદેવન = દીનતા કરવી, નિસાસા નાખવા, વારંવાર તેવી કર્કશ વાણી કહેવી વગેરે અને (૪) તાડન = પોતાના શરીરે જ ઘાત કરવો, છાતી – માથા કુટવા વગેરે. આર્તધ્યાન ચાર પ્રકારે છે. - (૧) અનિષ્ટ વિયોગેચ્છા આર્તધ્યાન: અનિષ્ટ એટલે નહિ ઈચ્છેલું, નહિ ગમતું; પોતાને જે પ્રતિકૂળ હોય છે. આવા અનિષ્ટનો જયારે સંયોગ થાય ત્યારે ઘણીવાર જીવ આકૂળ - વ્યાકૂળ બની જાય છે. અને તે અનિષ્ટ પરિસ્થિતિને દૂર કરવા ધમપછાડા કરે છે. મનમાં સતત હાયવોય કરે છે. તે વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે દુર્ભાવોની પરંપરા ચલાવે છે. નહિ ગમતી વ્યક્તિ પોતાની પાસે આવીને બેસે તો તે ક્યારે જાય? તેવી ૮૪ એક વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118