Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

Previous | Next

Page 81
________________ ઉત્તમદ્રવ્યોથી તેણે સાધુ - સાધ્વીજીઓની ભક્તિ કરવા માંડી. હજારો સાધર્મિકોને તે રોજ પોતાની હવેલીમાં સ્વજનોની જેમ જમાડવા લાગ્યો. જૈનેતરો માટે તેણે ઠેર ઠેર સદાવ્રતો ખોલ્યા. પશુ –પંખીઓ માટે પણ તેણે ઘાસચારાની વ્યવસ્થાઓ ઠેર ઠેર ઊભી કરી. એક પણ જીવ દુકાળના કારણે મરી ન જાય તેની તેણે પળે પળે કાળજી લીધી. આ રીતે જીવદયા તથા અપૂર્વદાનધર્મની આરાધના કરીને તેણે અઢળક પુણ્ય બાંધ્યું. સમય જતાં, સમાધિથી મૃત્યુ પામીને તે દેવલોકમાં દેવ બન્યો. પણ, દેવલોકનો દેવ બનવાછતાંય, તે ત્યાં ભોગસુખોમાં કે રંગરાગમાં મસ્ત ન બન્યો. પૂર્વભવમાં આરાધેલી ધર્મારાધના તથા તેના પ્રભાવે મેળવેલી સારી સમજણે તેને દેવલોકમાં પણ વૈરાગી બનાવ્યો. ધર્મમય જીવન જીવનારો થયો. દૈવી સુખોની વચ્ચે જીવનારો તે વારંવાર મહાવિદેહ ક્ષેત્રમાં જવા લાગ્યો. ત્યાં જઈને તીર્થંકર પરમાત્માની દેશના સાંભળીને પોતાના ભાવોને ઉછાળવા લાગ્યો. નંદીશ્વર દ્વીપની યાત્રા કરીને સમ્યગ દર્શનને શુદ્ધ કરવા લાગ્યો. શાશ્વત ચૈત્યોમાં જઈને પરમાત્માની ભક્તિ કરવા લાગ્યો. મેરુપર્વત ઉપર જઈને પરમાત્માના જન્મ કલ્યાણકના મહોત્સવમાં ભાગ લેવા લાગ્યો. આમ, દેવલોકના પોતાના આયુષ્યને તે પરમાત્મભક્તિ તથા જિનવાણીશ્રવણ દ્વારા પસાર કરવા લાગ્યો. જ્યારે દેવલોકનું માત્ર છ મહીનાનું આયુષ્ય બાકી રહ્યું ત્યારે તેને કરમાયેલી માળા જોવાથી નજીકમાં થનારા પોતાના ચ્યવન (મરણ) નો ખ્યાલ આવ્યો. મરવાની તેને જરા ય ચિંતા નહોતી. તેને ચિંતા હતી હવે પછીના નવા ભવની. જો નવો ભવ ખોટી જગ્યાએ મળી જાય તો પોતાની તમામ આરાધના - સાધનાને ધક્કો લાગી જાય તે તેને પોષાય તેમ નહોતું. તેને તો નવો જન્મ એવો જોઈતો હતો કે જેમાં તે પોતાની આરાધના – સાધનાને વધારે વેગ આપીને મોક્ષની વધુ નજદીક પહોંચી શકે. જલ્દીથી આત્મકલ્યાણ સાધી શકે. તે માટે જૈન કૂળમાં, આચાર સંપન્ન માતા - પિતાની કૂખે અવતરવાની તેની ભાવના હતી. તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. જ્ઞાન બળે પોતાની આગામી જન્મભૂમિ તથા માતા - પિતાને તેણે જોયાં. તેનું મન રાજી - રાજી થઈ ગયું. તેની ભાવના ફળતી જણાઈ.” કેવળજ્ઞાની યુગંધર ગુરુભગવંતે પોતાની વાત આગળ ચલાવી, “હે રાજન ! તારા દેશમાં ચિત્રશાળા નામનું જે ઉપનગર છે, તેમાં શુદ્ધબુદ્ધિ નામનો વિશિષ્ટ આચાર - સંપન્ન શ્રાવક વસે છે, તેની પત્ની વિમલા નામની મહાસતી શ્રાવિકા છે. તે વિમલાશ્રાવિકાની કુક્ષીમાં તે દેવ ગર્ભરૂપે અવતર્યો. દિવસો અને મહિનાઓ પૂરા છે કે તો ૭૮ કે વ્રત ધરીયે ગુરુ સાખ- ભાગ - ૨ પાલારા , જળ , , , , , , રકમ

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118