Book Title: Vrat Harie Guru Sakh Part 02 Author(s): Meghdarshanvijay Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak DalPage 79
________________ બેઠા. કેવલી - ભગવંતે પણ વૈરાગ્યસભર દેશ ના ફરમાવી. દેશના પૂર્ણ થતાં, રાજાએ પોતાના તથા નગરજનોના મનમાં છૂપાયેલી જિજ્ઞાસાને પ્રગટ કરતાં કહ્યું, “હે ભગવંત ! આપ તો કેવળજ્ઞાનના પ્રકાશ દ્વારા ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ રુપી ત્રણે કાળનું જ્ઞાન એકી સાથે ધરાવો છે. કૃપા કરીને અમને જણાવો કે પેલા નૈમિત્તિકનું વચન કેમ ખોટું પડ્યું? બારવર્ષ દુકાળ પડવાના બદલે લગાતાર ત્રણ દિવસ સુધી મુશળધાર વરસાદ પડવાનું શું કારણ? જો કે દુકાળ દૂર થવાથી અને તેમનું વચન ખોટું પડવાથી અમને તો આનંદ જ થયો છે, પણ આવા મહાન નૈમિત્તિકનું વચન ખોટું પડ્યાનું કારણ જાણવાની બધાની ઈચ્છા છે. કૃપા કરીને અમારી ઈચ્છાને આપ પૂરી નહિ કરો?” યુગધર કેવલીએ કહ્યું, “રાજન ! નૈમિત્તિકની કોઈ ભૂલ નથી, તેણે માંડેલું ગણિત તે વખતે એકદમ સાચું હતું. આકાશમાં પ્રચાર જ તેવો હતો કે બારવર્ષા દુકાળ અવશ્ય પડે જ. છતાં દુકાળ પડવાના બદલે મુશળધાર વરસાદ વરસ્યો તેનું કારણ તો તે નૈમિત્તિક પણ જાણી ન શકે તેવું છે. કેવળજ્ઞાનના પ્રકાશ દ્વારા તેનું કારણ હું તમને જણાવું છું, તમે તે શાંતિથી એકાગ્ર ચિત્તે સાંભળો. તે સાંભળવાથી તમારી ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ઘણી વધી જશે. ધર્મ કર્યા વિના તમને ચેન નહિ પડે. પુરિમતાલ નગરમાં એક દરિદ્ર માણસ રહેતો હતો. તેને અશાતાવેદનીય કર્મના ઉદયથી અનેક પ્રકારના રોગો થયા હતા. યુવાન હોવા છતાં ય શરીર તેને કામ આપતું નહોતું. રોગીષ્ટ કાયા હોવા છતાં ય તેને જાત-જાતની ને ભાત - ભાતની વાનગીઓ ખાવાનો શોખ હતો. ભાવતી ચીજનું નામ પડતાં જ તેની જીભમાં પાણી આવી જતું. ગરીબાઈ હોવા છતાં ય, રોગો હોવા છતાંય તે દરિદ્ર માણસ સ્વાદિષ્ટતે ચીજ પોતાના શરીરને અનુકૂળ છે કે પ્રતિકૂળ, તે વિચાર્યા વિના, ગમે તે રીતે મેળવીને ખાવા લાગતો. શરીરને પ્રતિકૂળ તે ચીજો તેના શરીરમાં વિકારો પેદા કરતી હતી. નવા નવા રોગો ઉભરાતા ભયાનક વેદના પેદા થતી. અસહ્ય વેદનાથી હેરાન પરેશાન થવાના કારણે તે જીંદગીથી કંટાળી ગયો. એકવાર તેને વિચાર આવ્યો, “હું જે કાંઈ ખાઉં છું, તે ભોજન મારા શરીરમાં રોગ અને પીડા પેદા કરે છે, તો પછી ભોજન કરવાનું શું પ્રયોજન? જીભના ચટકા ભલે સંતોષાય પણ પછી મારી જે હેરાનગતિ થાય છે, તેનું શું? વળી આ ભોજન કરવાના કારણે નવા થતાં અને વધતાં જતાં આ રોગોવાળા શરીરમાંથી વછૂટતી ભયાનક દુર્ગધના કારણે કોઈ સ્ત્રી મને અડવા પણ રાજી થતી જા જા ૭૬ જ વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ-૨Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118