Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

Previous | Next

Page 77
________________ (૯) ધર્મનો મહિમા છે અપરંપાર કમલ નામના નગરમાં સત્ય નામનો રાજા રાજ્ય કરતો હતો. તે પ્રજાને ચાહતો હતો. પરદુઃખભંજન હતો. તેના શૌર્યને સહન ન કરી શકવાથી શત્રુરાજાઓ પણ તેના શરણે આવતા હતા. ચોર - લુંટારાઓ પણ તેના પ્રભાવને પામીને સજ્જન માનવો બની ગયા હતા. એક વખતની વાત છે. કમલનગરની રાજસભા ભરાઈ હતી. રાજસભામાં સત્યરાજા રાજસિંહાસન ઉપર શોભતો હતો. તે વખતે એક દૈવજ્ઞ પુરુષે રાજસભામાં પ્રવેશ કર્યો. મહારાજાના ચરણોમાં વારંવાર વંદના કરીને તેણે કહ્યું, , રાજન્ ! આપના ગુણોથી ખેંચાઈને હું અહીં આવ્યો છું. હું નૈમિત્તિક છું. આઠે પ્રકારના નિમિત્તશાસ્ત્રોનો મેં અભ્યાસ કર્યો છે. શુભાશુભભાવિ જાણવાની શક્તિ મારામાં પેદા થઈ છે. આપની પ્રસિદ્ધિ દેશ - પરદેશમાં સાંભળીને આપના દર્શન માટે આજે અહીં આવ્યો છું. આપના દર્શન કરીને આજે મારા નયનો પવિત્ર બન્યા. મારી જાતને આજે હું કૃતાર્થ માનું છું.” મહારાજાએ તે નૈમિત્તિકનું યથાયોગ્ય સન્માન કરીને તેમને બેસવા માટે યોગ્ય આસન આપ્યું. તેમના તે જ્ઞાનનો લાભ લેવા તેમણે પોતાના રાજ્યનું શુભાશુભ ભાવિ પૂછ્યું. નૈમિત્તિકે કહ્યું, “રાજેશ્વર ! બોલતાં જીભ ઉપડતી નથી; છતાં કહ્યા વિના પણ ચાલે તેમ નથી, આપ કરુણાના સાગર છો. જો આપને આ વાત કરીશ તો આપ તેના યોગ્ય ઉપાયો આદરીને પ્રજાને ઉગારી શકશો. આકાશના પ્રચારો બાર વર્ષના ભયાનક દુકાળને જણાવે છે. આ દુકાળ હજારોને ભરખી ન લે તે માટે જે કાંઈ પૂર્વ તૈયારી કરવી હોય તે કરી લેશો. દુકાળની સંભવિત હોનારતમાંથી પ્રજાને ઉગારી લેવા માટે જે ઉપાયો કરવા જરૂરી હોય તે બધા કરી લેવાની મારી આપને હાર્દિક વિનંતિ છે.” નૈમિત્તિકના વચનો કદી ય જૂઠા ન પડે.” તેવી રાજાને શ્રદ્ધા હતી. તેઓ આવા વચનો સાંભળીને ધ્રૂજી ઊઠ્યા. આવનારી ભયાનક આપત્તિમાંથી પ્રજાને શી રીતે ઉગારી લેવી? તે તેમની ચિંતાનો વિષય બન્યો. જે બનવાકાળ છે, તે બનવાનું જ છે, તેની ચિંતા કરવાથી શું થાય? તેના કરતાં જે કાંઈ પુરુષાર્થ કરવો જરૂરી હોય તે કરવામાં જ ડહાપણ છે, તેમ સમજીને તેમણે તરત જ ચારે બાજુથી ધાન્ય મંગાવવાનું તથા તેને પુષ્કળ પ્રમાણમાં સંગ્રહ કરવાનું શરુ ૭૪ વ્રત ધરી ગુરુ સાખ ભાગ - ૨

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118