Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

Previous | Next

Page 80
________________ નથી; તો તેવી સ્ત્રીઓનું પણ મારે શું પ્રયોજન છે? જે ભોજન અને સ્ત્રીઓ; મારા આ ભવના શરીરને પ્રતિકૂળ છે, તે ભોજન અને સ્ત્રીનો ત્યાગ કરીને હું મહાપુણ્યોદયે મળેલા આ દોહલા માનવજીવનને સફળ કેમ ન કરું?” તેની ભાવનાઓ આગળ વધવા લાગી. તેનું મન પવિત્ર બન્યું. પોતાના આવેલા વિચારોને સફળ બનાવવાનો તેણે મનોમન નિર્ણય કર્યો. મનોમન કરેલા નિર્ણયમાંથી ક્યારેક સંયોગવશાત ડગી ન જવાય, મક્કમતા જળવાઈ રહે તે માટે તેને પ્રતિજ્ઞા લેવાની જરૂર જણાઈ. તે ગુણ નામના ઉપાધ્યાય ભગવંત પાસે પહોંચ્યો. ભાવપૂર્વક વંદના કરીને તેણે કહ્યું, “હે ભગવંત! હું આજથી પ્રતિજ્ઞા કરવા ઈચ્છું છું કે (૧) રોજ ભૂખ કરતાં ઓછું ખાઈશ. તે ભોજન પણ સ્નિગ્ધ (ઘી - તેલ, દહીં), ખાટું, મધુર (મીઠાઈ) અને ખારું નહિ લઉં. તથા (૨) સ્ત્રીનો હું ત્યાગ કરીશ.” તેની યોગ્યતા તથા પ્રતિજ્ઞા પાલનની દઢતા જોઈને ગુરુદેવે તેને તે પ્રતિજ્ઞાઓ આપી. તેના આનંદનો પાર નહોતો. હવે તે ખૂબ જ કાળજીપૂર્વક લીધેલી તે પ્રતિજ્ઞાઓનું પાલન કરવા લાગ્યો. 1. સ્ત્રીનો ત્યાગ કરવાથી, સ્નિગ્ધ, ખાટાં, મીઠાં, ખારાં પદાર્થો શરીરમાં ન જવાના કારણે તથા ભુખ કરતાં ઓછું ખાવાના કારણે તેના શરીરના વિકારો શાંત થવા લાગ્યા. રોગો શમવા લાગ્યા. આરોગ્ય પ્રાપ્ત થવા લાગ્યું. થોડા કાળમાં તો તેનું શરીર નિરોગી બની ગયું. પ્રતિજ્ઞાનો સાક્ષાત પ્રભાવ જોઈને તેનું મન ધર્મ પ્રત્યે સવિશેષ શ્રદ્ધાવાળું બન્યું. ધર્મ સિવાય જીવનનો ઉદ્ધાર નથી' તે વાત તેના મનમાં જડબેસલાક બેસી ગઈ. જીવનમાં ધર્મારાધના શક્યતઃ વધારવાનો તેણે પ્રયત્ન આદર્યો. પ્રતિજ્ઞાના દઢતાપૂર્વકના પાલનના પ્રભાવે તેનું પુણ્ય વધવા લાગ્યું. તેના પ્રભાવે તેનો ભાગ્યોદય થયો. તે ખૂબ ધન કમાયો. તેણે મોટી હવેલી બંધાવી. દાસ - દાસીઓ તેની સેવામાં રહેવા લાગ્યા. ગમે તેટલી સુખ - સામગ્રીઓ વધવા છતાં ય તે પોતે લીધેલી પ્રતિજ્ઞાના પાલનમાં જરા ય કચાસ રાખવા તૈયાર નહોતો. પૂર્ણ શ્રદ્ધાપૂર્વક તે પોતાની પ્રતિજ્ઞાઓનું પાલન કરતો હતો. તેવામાં એકવાર તે પુરિમતાલનગરમાં અચાનક દુકાળ પડ્યો. વરસાદ ન આવ્યો. તળાવો સૂકાઈ ગયા. કુવામાં પાણી ઊંડા ઉતરવા લાગ્યા. ધાન્ય દુર્લભ થયું. લોકો ભોજન વિના ટળવળવા લાગ્યા. જીવન ટકાવવું મુશ્કેલ બનવા લાગ્યું. તે વખતે, પ્રતિજ્ઞાના પાલનના પ્રભાવે શ્રીમંત બનેલા આ શેઠિયાથી ન રહેવાયું. તેમણે પોતાના ભંડારો ખુલ્લા મૂકી દીધા. દૂધ – ઘી - મિષ્ટાન્ન આદિ કે ૭૭ વ્રત ધરીયે ગુરુ સાખ-ભાગ-૨

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118