Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

Previous | Next

Page 20
________________ ખરીદ કિંમત નોંધવી. તથા જે રકમ સુધીનો પરિગ્રહનક્કી કરવામાં આવે તે રકમમાં આજના ભાવે જેટલું સોનું આવી શકતું હોય, તેટલા પ્રમાણનું સોનું ધારવું. એટલે કે તમામ સ્થાવર - જંગમ મિલકતનું પ્રમાણ સોનામાં નક્કી કરવું. જેથી રૂપીયો ગમે તેટલો ગગડે તો પણ આર્તધ્યાન થવાની શક્યતા ન રહે. ભાવિની મોંઘવારી, સામાજિક - કૌટુંબિક જવાબદારી વગેરેને નજરમાં રાખીને, ગંભીરતાથી બરોબર વિચારણા કરીને આ વ્રતનો સ્વીકાર અવશ્ય કરવો જોઈએ, જરૂર જણાય તો કેટલીક જયણા પણ રાખી શકાય. પ્રતિજ્ઞા : સ્થાવર અને જંગમ મિલકત મળીને (ખરીદ કિંમતે) કુલ _ રૂપિયા. _ (કિલો સોનું) થી વધારે રાખીશ નહિ. સમયમર્યાદા: આજીવન | -- વર્ષ સુધી. જયણા (જ છૂટ રાખી હોય તે અહીં લખવી.) આ પાંચમું પરિગ્રહ પરિમાણવ્રત લીધા પછી તેમાં કોઈ અતિચાર લાગી ન જાય તેની પણ કાળજી રાખવી જોઈએ, પાંચમા વ્રતના પાંચ અતિચારો શાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે. - (૧) ધન - ધાન્ય પ્રમાણાતિક્રમ: અતિક્રમ = વધારો, ધન - ધાન્યનું પ્રમાણ નક્કી કર્યું. પણ ત્યારપછી કોઈ દેવાદાર પોતાનું દેવું ચૂકવવા આવે કે કોઈ વ્યક્તિ ભેટ આપવા આવે તો જો વ્રત લેનાર તે રકમ ભેટ સ્વીકારે તો વ્રતનો ભંગ થાય. પણ વ્રતભંગનો જે ભયંકર વિપાક પરલોકમાં ભોગવવો પડે, તેના ભયથી વ્રતભંગ કરવાની તૈયારી ન હોવાથી તે વ્રતધારીશ્રાવક એમ કહે કે, “અમુક સમય સુધીનું મારું આ વ્રત છે. ત્યારપછી તે વ્રત પૂર્ણ થાય છે. માટે ત્યારપછી તારી પાસેથી તે લઈશ, અથવા મારી પાસેનો આજનો પરિગ્રહ ગમે તે કારણસર જ્યારે ઘટી જશે, ત્યારે તારી પાસેથી લઈશ, માટે અમુક સમય પછી કે હું જ્યારે જણાવું ત્યારે મને આપજો, ત્યાં સુધી તમારી પાસે રહેવા દો.” આ રીતે રખાવી મૂકે. અથવા તો તે ધન ધાન્ય બાંધીને થાપણની જેમ કોઈને ત્યાં મૂકાવી રાખે તો તેને આ અતિચાર લાગે છે. જ્યાં વ્રતનો ભંગ થવાની શક્યતા હોય ત્યાં વ્રતનો ભંગ ન કરવાની ભાવના હોવાથી માનસિક ચાલાકી કરીને અર્થથી વ્રતભંગ હોવા છતાં ય ભંગ ન થાય તેવી કાળજી રાખવામાં આવે ત્યારે તેટલા અંશમાં વ્રત પાલનની સાપેક્ષતા હોવાથી વ્રતનો ભંગ ન ગણાય. આમ, અર્થની અપેક્ષાએ વ્રત ભંગ હોવા છતાં ય વ્રતના શબ્દોની અપેક્ષાએ વ્રતભંગ ન હોવાથી વ્રતની ભંગાભંગની અવસ્થાને તે વ્રતનો અતિચાર ગણવામાં આવે છે. કરી ૧૭ ૩ વ્રત ધારીયે ગુરુ સાખ- ભાગ - ૨ -

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118