Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

View full book text
Previous | Next

Page 42
________________ સરોવર કિનારે પડી. માંડ માંડ ચારુદત્ત તેમાંથી બહાર નીકળ્યો. ન તો સુવર્ણદ્વીપ પહોંચાયું કે ન તો સુવર્ણના ઢગલાં મળ્યા ! માત્ર ક્લેશ અને દુ:ખોના ઢગલા સિવાય કાંઈ ન મળ્યું. દુઃખી થયેલો તે આમથી તેમ ભટકવા લાગ્યો. ભયાનક જંગલમાં આમ - તેમ રખડતાં તેને એકવાર કોઈ ચારણમુનિ મળી ગયા. તરત જ તેણે તે મુનિનું શરણું લીધું. વારંવાર વંદના કરીને પોતાના દુઃખને તે રડવા લાગ્યો. દુઃખી માણસ બીજું કરે પણ શું? તેની વીતકકથા સાંભળીને મુનિએ કહ્યું, “ભાઈ ! આ બધું તો લોભનું પરિણામ છે. જો ધનનો લોભન કર્યો હોત તો તારી આવી દુઃખમય હાલત ન થાત. ખેર ! જે બનવાનું હતું તે બન્યું. પણ હવે તને લાગે છે ને કે આ લોભને નાથવો જોઈએ? જો લોભને નાથવો હોય તો દિશાપરિમાણ વ્રતથી નાથી શકાય છે. આ વ્રત લેવાથી તને શાંતિ મળે તેમ છે. મુનિની પ્રેરણા ઝીલીને ચાદરે તરત જ તે વ્રત શ્રદ્ધાપૂર્વક સ્વીકારી લીધું. : એટલામાં તો આકાશમાથીદેવે આવીને પ્રથમ ચારુદત્તને અને પછી પેલા મુનિને વંદન કર્યું. તે સમયે બે વિદ્યાધરો પણ અચાનક ત્યાં આવી ચડ્યા. મુનિવરનો અવિનય થતો જોઈને તેઓ ચમક્યા. તેમણે કહ્યું, “હે દેવ!તમારા વિવેકમાં કાંઈ કહેવાપણું હોય નહિ, છતાંય આ ગૃહસ્થને તમે પહેલાં કેમ નમ્યા? અમને આ વાત ન સમજાઈ.” દેવે કહ્યું, “પૂર્વે હું પિપ્પલાદ નામનો એક ઋષિ હતો. હિંસામય યજ્ઞ અને પાપમય શસ્ત્રોનો પ્રચાર કરીને નરક ગયો. નરકાયુ પૂર્ણ કરીને પાંચ ભવ સુધી તો મારા ઘેટા - બકરા તરીકેના અવતારો થયા અને યજ્ઞમાં હોમાયો. છઠ્ઠાભવે પણ ઘેટો થઈ અકાળે હણાયો. પણ તે વખતે આ મારા ધર્મદાતા ગુરુએ (ચારુદતે) મરતાં મને નવકાર સંભળાવ્યા અને અનશન કરાવ્યું. તેના પ્રભાવથી હું દેવ બન્યો. અવધિજ્ઞાનથી આ બધું જાણીને મારા ઉપકારી આ ગુરુને વંદન કરવા તથા નવકારનો મહિમા કહેવા હું અહીં આવ્યો છું. આ ગૃહસ્થ હોવા છતાં ય તેમનો મારી ઉપર ઘણો ઉપકાર હોવાથી મેં તેમને પહેલાં વંદન કર્યા અને મહાદયાળુ આ મુનિવરને પછી વંદના કરી. આ વાત જાણીને ચારુદત્તને પણ વૈરાગ્ય થયો. છેલ્લે દીક્ષા લઈ, તપ કરીને તેણે આત્મકલ્યાણ સાધ્યું. જેમ ચારુદત્ત વ્રતાદિન પામ્યો ત્યાં સુધી અનેક વિકટ અને ભયાનક સ્થાનોમાં ભટકી-ભટકીને દુઃખ પામ્યો, તેમ જેઓ દિશા પરિમાણવ્રત લેતાં નથી તેઓ લોભપરગ્રહ વગેરેની પીડા પામતા રહેશે. સતત ત્રાસ અનુભવશે. તેમાંથી બચવા આ છઠ્ઠ દિશી પરિમાણ વ્રત લઈને બરોબર પાળવું જોઈએ. કરી ૩૯ : વ્રત ધારીયે ગુરુ સાબ-ભાગ- ૨ કપ

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118