Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

Previous | Next

Page 54
________________ બનાવવા માંડ્યા. તેના પતિને ખબર પડતા ગુસ્સો ચડ્યો. ક્રોધથી તેણે નવા રંધાયેલા ભોજનના બદલે વાસી ભોજન ખાધું. તેથી તત્કાળ હૃદય ફાટી જવાથી તે મૃત્યુ પામ્યો. પત્નીને ખૂબ આઘાત લાગ્યો. તેને સમજાઈ ગયું કે પોતે આ ભાઈને પરાણે જમવા રોક્યો અને સારું ભોજન કરાવ્યું માટે પતિ મરણને શરણ થયો છે. પણ હવે શું કરવું? જો આ વાત જાહેર થાય તો તેને કોઈ પુત્ર ન હોવાથી તેનું બધુ ધન રાજા લઈ જાય, કારણ કે તે વખતે અપુત્રીયાનું ધન રાજાનું ગણાતું હતું. રાજા બધું ધન લઈન જાય તે માટે તેણે પતિના મોતની વાત કોઈને જણાવી નહિ. પતિના શબને ઘરમાં ખાડો ખોદીને દાટી દીધું. માત્ર ગુણસુંદરને જાણ કરીને કહ્યું "ભાઈ તું અહીં સુખેથી રહીને તારા બનેવીના ચાર કરોડ દ્રવ્યથી વેપાર કર. કોઈ તને પૂછે તો કહેવું કે શેઠ તો દરિયા વાટે વ્યાપાર કરવા ગયા છે. જો તેમને જીવતો કહીશું તો મારે સૌભાગ્યવતીનો વેશ રખાશે પણ જો મરેલો કહીશું તો ધન પણ જશે ને મારે વિધવાપણું ભોગવવું પડશે. તેથી શોક કે રુદન કાંઈ કરવું નહિ." છે ને સંસારની કમાલ આવા સંસારમાં શી રીતે રહેવાય? કે જ્યાં સૌ પોતપોતાના સ્વાર્થને સાધવા તૈયાર છે! ગુણસુંદર તો શેઠની દુકાને બેસીને વેપાર કરે છે. કેટલાક દિવસો બાદ ગુણસુંદર ચંડાળોના વાસ તરફ ગયો. ત્યાં થાવર ચંડાળના ઘરે શોકયુક્ત રૂદન સાંભળીને તેણે કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે, “થાવર ચંડાળનું તો મોત થયું છે.” આ સાંભળીને ગુણસુંદરને દુઃખ થયું. અરર! તેનું મોત થઈ ગયું. મારે તો તેની . પાસેથી વાસી ભોજનના દોષો જાણવાના હતા. "પછી કહીશ" એમ કહીને તે તો પરલોક ચાલ્યો ગયો. મને જવાબ કોણ આપશે?” પોતાને જવાબ મળવાની શક્યતા ન જણાતા, પોતાના દેશ તરફ પાછો ફરવાનો તેણે વિચાર કર્યો. પણ પુત્રજન્મ ન થાય ત્યાં સુધી બહેને રોક્યો. એક દિવસ ગુણસુંદર જ્યારે દુકાને બેઠો હતો ત્યારે કોઈ સ્ત્રીએ આવીને તેને કહ્યું. "તને તારો ભાણેજ તેડાવે છે." "અરે ! ભાણેજ તો હજુ જન્મ્યો નથી; તે મને શી રીતે બોલાવે?" એ પ્રકારે આશ્ચર્ય પામેલો તે તરત ઘરે પહોંચ્યો. ત્યાં તરતના જન્મેલા બાળકે તેને કહ્યું. "તું થાવર ચંડાળના ઘરે જા. ત્યાં તરતના જન્મેલા બળકને થાવરની પત્ની મારી નાખે છે, તેને બચાવ." તેને આજે બધી નવાઈ લાગે છે. જન્મેલું બાળક તરત બોલે? તે આવી વાત કેમ કરે ? છતાં તે તરત થાવર ચંડાળના ઘરે ગયો. પેલી ચંડાળણી પણ નવા ૫૧ વ્રત ધારીયે ગુરુ સાખ - ભાગ - ૨

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118