Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

View full book text
Previous | Next

Page 60
________________ આસક્તિ થાય છે. માટે સૂકાયેલી બટાકાની કાતરી (વેફર) વગેરે પણ વાપરી શકાય નહિ. - દુનિયામાં પેટ ભરવા માટે ખાવાની ઘણી બધી વસ્તુઓ છે. તે બધી વસ્તુઓનો ઉપયોગ કરવાથી પણ જીવન જીવી શકાય છે, પછી અનંતાજીવોનો જેમાં કચ્ચરઘાણ બોલાય છે, તે કંદમૂળ ખાવાની શી જરૂર? સમજુ અને ડાહ્યામાણસે તો તરત જ આખી જીંદગી માટે કંદમૂળત્યાગનો નિયમ લઈ લેવો જોઈએ. અનંતાજીવોને અભયદાન દેવાથી પુષ્કળ તાજુ પુણ્ય બંધાશે. ભાવિના મોતો દૂર ઠેલાશે. સ્વસ્થ જીવન મળશે. શ્રાવકે સચિત્ત, અચિત્ત અને મિશ્રવસ્તુઓનું સ્વરુપ જાણીને સચિત્ત તથા મિશ્ર વસ્તુઓનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અચિત્ત વસ્તુઓમાં પણ શક્યતઃ ઘટાડો કરવો જોઈએ. સચિત્ત એટલે જીવવાળી વસ્તુઓ. અચિત્ત એટલે જીવ વિનાની વસ્તુઓ. સચિત્ત વસ્તુ પૂરેપૂરી અચિત્ત ન બને ત્યારે વચ્ચેની અવસ્થામાં મિશ્ર ગણાય છે. શ્રાદ્ધવિધિ નામના ગ્રંથમાં જણાવ્યું છે કે, “પ્રાયઃ સર્વ ધાન્ય, ધાણા, જીરું, અજમો, વરીયાળી, સુવા, રાઈ, ખસખસ વગેરે સર્વ જાતિના દાણા, સર્વ જાતિના ફળ, પત્ર, લૂણ, ધૂળીઓ ખારો, પાપડખાર, રાતો સિંધવ, ખાણમાં પાકેલો સંચળ, માટી, ખડી, રમચી, લીલાં દાતણ વગેરે વ્યવહારથી સચિત્ત જાણવા. પાણીમાં પલાળેલા ચણા, ઘઉં વગેરે દાણા તથા મગ, અડદ, ચણા વગેરેની દાળ પણ જો પાણીમાં પલાળી હોય તો મિશ્ર જાણવા, કેમ કે કેટલીક પલાળેલી દાળ વિગેરેમાં થોડા વખત પછી ફણગા ફૂટે છે. પહેલાં લૂણ દીધા વિના કે બાફ વગેરે દીધા વિના કે રેતી વગર શેકેલા ચણા, ઘઉં, જુવાર વગેરે ધાન્ય, ખાર વગેરે દીધા વિનાના ફક્ત શેકેલા તલ, ચોખા, (પોપટા - લીલા ચણા), પીંક, શેકેલી ફળી, પાપડી વગેરે મિશ્ર જાણવા.” વૃક્ષમાંથી તરતનો કાઢેલો ગુંદ, લાખ, છાલ તથા ફુટોના જયુસ, તરતનું કાઢેલું, તલ વગેરેનું તેલ, તરત તોડેલું નાળિયેર, બીજ કાઢેલા ફળ વગેરે પણ બે ઘડી સુધી મિશ્ર ગણાય. ત્યારપછી અચિત્ત થાય, એવો વ્યવહાર છે. પ્રબળ અગ્નિ વિના જેને અચિત્ત કરવામાં આવ્યો હોય તેવા પદાર્થો પણ બે ઘડી સુધી મિશ્ર અને ત્યારપછી અચિત્ત જાણવા તેવો વ્યવહાર છે. જેમ કે કાચું પાણી, કાચાં ફળ, કાચાં ધાન્ય વગેરેને ઘણું ઝીણું વાટેલું મીણ દઈને મર્દન કર્યા હોય તો પણ પ્રાયઃ અગ્નિ વગેરે પ્રબળ શસ્ત્ર વિના તેઓ અચિત્ત થતા નથી. સો યોજનથી આવેલ હરડે, ખારેક, લાલ દ્રાક્ષ, કીસમીસ, ખજુર, મરી, M a a Na પ૭ વ્રત ધારીયે ગુરુ સાખ - ભાગ -

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118