Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

View full book text
Previous | Next

Page 65
________________ દિવસમાં ખાઈ શકતા નથી. આખા દિવસમાં ખાઈ ખાઈને કેટલી વસ્તુ ખાઈ શકવાના ? પણ આપણી ખાવાની ઈચ્છા તો ઘણી વસ્તુઓ માટે હોઈ શકે છે. તે ઈચ્છા આપણને ઘણું પાપ બંધાવે છે. ન ખાવા છતાં પણ જે તે વસ્તુ ખાવાનું જે પાપ સતત લાગ્યા કરે છે, તેમાંથી બચવા માટે તે ઈચ્છાને મર્યાદિત કરવી જોઈએ. તેથી ચૌદ નિયમમાંના આ બીજા દ્રવ્ય નિયમમાં આખા દિવસમાં અમુક દ્રવ્યોથી વધારે નહિ વાપરું, તેવું નક્કી કરવું જોઈએ. ખાવા માટે મોઢામાં જે જે વસ્તુઓ નાંખવામાં આવે તે તમામ વસ્તુઓની સંખ્યા ગણવી. દિવસમાં એકની એક વસ્તુ ગમે તેટલી વાર ખાવામાં આવે તો પણ તેને એક જ વાર ગણત્રીમાં લેવું. જુદા જુદા નામવાળી દરેક વસ્તુને જુદી જુદી ગણવી. ઘણી વસ્તુઓ ભેગી થઈને એક નવી જ વસ્તુ બની હોય, જેનું અલગ નામ પણ હોય તો તેને એક જ વસ્તુ ગણવી, પણ તે જેમાંથી બની હોય તે દરેક વસ્તુઓની સંખ્યા ન ગણવી. ન એક જ ધાન્યમાંથી જુદી જુદી અનેક વસ્તુઓ બની હોય તો તેને એક દ્રવ્ય ન ગણતાં જુદા જુદા બધા જ દ્રવ્યોને ગણત્રીમાં લેવા. સ્વાદ બદલાતાં, નામ બદલાતાં વસ્તુને જુદી જુદી ગણવાનું ધ્યાનમાં રાખવું. ધાતુની સળી, હાથની આંગળી વગેરે મુખમાં નાંખવામાં આવે તો તેને દ્રવ્યસંખ્યામાં ગણવામાં આવતી નથી. ખાવા - પીવાની જે જે વસ્તુઓ નાંખવામાં આવે તેને દ્રવ્યની ગણત્રીમાં લેવામાં આવે છે. કયા કયા દ્રવ્યોને એક જ દ્રવ્ય ગણાય કે જુદા જુદા દ્રવ્ય ગણાય ? તે અંગે અનેક પ્રકારની માન્યતાઓ પ્રવર્તે છે. પૂજનીય ગુરુભગવંતો કે અનુભવી વૃદ્ધ શ્રાવક શ્રાવીકાઓ પાસેથી તે બધું સમજીને દ્રવ્યોની મર્યાદા સંખ્યાથી નિયત કરવી. : (૩) વિગઈ : વિકારો પેદા કરે તે વિગઈ કહેવાય. પરાણે ઘસડીને પણ વિગતિ = દુર્ગતિમાં લઈ જવાનું કામ જે કરે તે વિગઈ કહેવાય. તે વિગઈઓનો ત્યાગ કરવો જોઈએ. જો બધી વિગઈઓનો ત્યાગ ન થઈ શકે તો છેવટે ચાર અભક્ષ્ય મહાવિગઈઓનો જીવનભર સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ તથા બાકીની છ ભક્ષ્ય વિગઈઓમાંથી પણ રોજ યથાશક્તિ ત્યાગ કરવો જોઈએ. ચાર મહાવિગઈઓ મધ, માખણ, માંસ અને મદિરા, આ ચાર મહાવિગઈઓ છે. આ મહાવિગઈઓનું સેવન કરવામાં પુષ્કળ જીવોની હિંસા થાય છે. તેથી તેનો ત્યાગ કરવો જોઈએ. જે દવાઓ મધ સાથે જ લેવી પડે તેમ હોય તે દવાઓ પણ મધના બદલે અથાણાની ચાસણી કે ઘી – સાકર સાથે લઈને પણ મધનો તો ૬૨ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118