Book Title: Vrat Harie Guru Sakh Part 02 Author(s): Meghdarshanvijay Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak DalPage 68
________________ સેંટ વગેરે પરફ્યુમો, છીંકણી વગેરે જે જે સુંઘવાના પદાર્થો હોય તેના પ્રમાણની મર્યાદા નક્કી કરવી. નક્કી કરેલી મર્યાદાથી વધી ન જાય તેની કાળજી રાખવી. કેરી ખરીદવાની હોય તો એક કેરી લઈને સુંધે તો એક કેરી ગણાય પણ આખો કરંડીયો સુંધે તો આખો કરંડીયો ગણાય ! ઘી ખરીદતી વખતે આખો ડબો સૂંઘવાના બદલે હથેળી ઉપર થોડું ઘી લઈને સૂંઘવામાં આવે તો આખો ડબો ન ગણતાં થોડું જ ગણાય. આવું બધી વસ્તુઓમાં સમજવું. બગીચામાં કે પરફયુમની દુકાનોમાં દૂરથી સુગંધ આવી જતી હોય તો તેને ગણત્રીમાં લેવાની જરૂર નથી, પણ તે વખતે ય તે સુગંધમાં આસક્તિ ન થઈ જાય તેની કાળજી લેવી જરુરી છે. (૮) વાહનઃ એક સ્થાનેથી બીજા સ્થાને જેના દ્વારા જવાય તે વાહન ગણાય. ટ્રેન, બસ, રીક્ષા, સ્કુટર, સાયકલ, હાથી, ઘોડા, બળદગાડું, ઊંટગાડી વગેરે બધાનો વાહનોમાં સમાવેશ થાય. અમુક સંખ્યાથી વધારે વાહનોનો ઉપયોગ હું નહીં કરું, તેવું આ નિયમમાં ધારવાનું છે. (૯) શયન ઃ ગાદી, તકીયા, ખુરશી, ટેબલ, સોફા, પલંગ, મેજ, સ્ટ્રેચર, પલંગ, ખાટલા, કોચ, પથારી, ચોરસ, બેંચ વગેરે સૂવા - બેસવા કે આરામના દરેક સાધનોનો સમાવેશ થાય છે. આ બધાનો નામ - વિભાગ પૂર્વક નિયમ કરીને બાકીનાનો ત્યાગ કરવાનો હોય છે. સ્મરણ ન રહે તો બહારગામ, બજારમાં કે એવા બીજા સ્થાને ઔચિત્યભંગ ન થાય તે માટે જયણા રખાય છે. આ નિયમ ધારતી વખતે ધ્યાનમાં રાખવું કે ઘરે ગાદલા રજાઈ – ચોરસા - ચાદર વગેરેની થપ્પી ઉપર બેસી જાઓ તો તે બધાની સંખ્યા ગણત્રીમાં લેવી પડે. હા, કબાટવાળા પલંગ કે કોચમાં નીચે ગમે તેટલી પથારીઓ વગેરે હોય અને ઉપર લાકડાનું ઢાંકણ આવી ગયું હોય તો તે પલંગ ઉપર બેસતાં નીચેના કબાટમાં રહેલી કોઈ ચીજ ગણવાની નથી. માત્ર પલંગ ઉપર જેટલી પથારી વગેરે હોય તે જ ગણત્રીમાં લેવાની છે. સ્કૂલ - કૉલેજ વગેરેમાં પણ જુદી જુદી રૂમોમાં જુદી જુદી બેન્ચો ઉપર બેસતા રહો તો તે બધાની ગણત્રી કરવી પડે. તેથી આ બધી બાબતોમાં ઉપયોગ રાખવો અથવા તો પહેલેથી જ તે તે રીતે જયણા કે વિવેક્ષા રાખવી. (૧૦) વિલેપન : શરીરની સુખશીલતાને પોષવા વપરાતા સાબુ, તેલ, અળતો, મેંદી, પાઉડર, લીપસ્ટીક, નેઈલ પોલીસ, સુખડ, બરાસ, કસ્તુરી, બામ, વિક્સ, વેસેલાઈન, માલીસ માટેનું તેલ વગેરેનું નામપૂર્વક અમુક પ્રમાણમાં, અમુકવાર વગેરે રીતે પ્રમાણ નક્કી કરીને બાકીના બધાનો ત્યાગ કરવાનો છે. આ * હાહાહાકાર ૬૫ ૬ વ્રત ધારીયે ગુરુ સાખ-ભાગ-૨Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118