Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

Previous | Next

Page 74
________________ પણ હિંસા સતત ચાલુ રહેશે. (૪) ભાટક કર્મ : ભાટક = ભાડું. વાહનો કે જાનવરોનું ભાડું ઉપજાવીને આજીવીકા ચલાવવી. બળદ, ઊંટ, પાડા, હાથી, ઘોડા વગેરે ભાડે આપવા. ગાડાં, ઘોડાગાડી, ઊંટ ગાડી, રીક્ષા, ગાડી, ટ્રક વગેરે વાહનો ભાડે આપવા કે ફેરવવા. ટ્રાન્સપોર્ટનો ધંધો કરવો. આ બધાનો સમાવેશ ભાટકકર્મમાં થાય છે. છકાયની વિરાધના થવાથી પુષ્કળ કર્મો બંધાય છે. - (૫) સ્ફોટક કર્મઃ પૃથ્વીના પડ ફોડીને આજીવીકા ચલાવવી. ખાણો ખોદવી. તેલના કુવા કરવા. પેટ્રોલ વગેરે કાઢવું. કુવા - તળાવ, વાવ, બોગદાં વગેરે ખોદાવવા. ભોયરા કરવા વગેરે. ઉપરના પાંચ પ્રકારના ધંધાઓ ભયાનક હિંસા કરનારા છે. તે તે વસ્તુઓ પેદા કરવા હિંસા કરવી પડે છે તેમ પેદા થયા પછી તે તે વસ્તુઓનો ઉપયોગ કરવામાં પણ પુષ્કળ હિંસાદિ થાય છે. તેથી આ પાંચ પ્રકારના કર્મોનો સદંતર ત્યાગ કરવો જોઈએ. (૬ - ૧૦) પાંચ પ્રકારના વાણિજ્યઃ વાણિજ્ય એટલે વેપાર. પાંચ પ્રકારની વસ્તુઓના વેપારો પણ કર્માદાનનો વિષય બને છે. (૧) દંત વાણિજ્ય : દંત શબ્દથી માત્ર દાંત જ ન સમજવા; પણ પશુ – પંખીઓના તમામ અવયવો સમજવા. પશુ – પંખીઓના શરીરના કોઈ પણ અવયવો કે તેમાંથી તૈયાર થતી વસ્તુઓ વેચીને પોતાની આજીવીકા ચલાવવી તે દંતવાણિજ્ય કહેવાય. હાથીદાંત, હરણના શિંગડા - કસ્તુરી વગેરેનો વેપાર દંતવાણિજ્યમાં ગણાય. તે કર્માદાન હોવાથી છોડવા જેવો છે. (૨) લાખ વાણિજ્ય લાખ વગેરે જે દ્રવ્યોમાં ઘણાં બધા ત્રસજીવોની હિંસા છે તે દ્રવ્યોનો વેપાર કરીને આજીવિકા ચલાવવી તે. લાખ, ગળી, મહુડાં, સાબુ, સાજીખાર વગેરેનો ધંધાઓનો સમાવેશ લાખ વાણિજ્યમાં થાય. (૩) રસ વાણિજ્યઃ રસ એટલે મદ્યાદિ મહા વિગઈઓ વગેરેનો વેપાર કરીને આજીવિકા ચલાવવી તે. મધ, દારુ, માંસ, માખણ, તથા ઘી - તેલ વગેરેનો વેપાર કરવો તે રસવાણિજય. ઘણાં ત્રસ જીવોની હિંસાનું તે કારણ બને છે. (૪) કેશ વાણિજ્ય કેશ = વાળ. વાળવાળા પશુ – પંખી અને માનવોનો વેપાર. હાથી - ઘોડા - બળદ - ઘેટાં-બકરા - મોર – પોપટ વગેરેની લે-વેચનો ધંધો કરીને આજીવિકા ચલાવવી. તે જ રીતે નોકર – દાસ - દાસી વગેરે વેચવા - ખરીદવાનો ધંધો પણ કેશ વાણીજ્યમાં ગણાય. ડ ૭૧ - વ્રત ધારીયે ગુરુ સાખ - ભાગ - ૨

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118